નવી દિલ્હી: ખિસ્સામાં સારા ફીચરવાળો સારો ફોન હોવો બધાની ઇચ્છા હોય છે. પરંતુ બધાની આ ઇચ્છા હંમેશા પુરી થઇ શકતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમે તમને એવી રીત બતાવવા જઇ રહ્યા છીએ. જેને વાંચીને તમે લગભગ 50 હજાર રૂપિયાની કિંમતનો OnePlus 9 Series નો સ્માર્ટફોન ફ્રીમાં પ્રાપ્ત કરી શકો છો. 


Krafton એ બનાવે છે પબજી ગેમ
તમને જણાવી દઇએ કે Krafton પબજી મોબાઇલ ગેમ ડેવલોપ કરી છે. હવે Krafton પબજી મોબાઇલ વર્લ્ડ ઇનવિટેશનલ  (PUBG Mobile World Invitational) માટે ચીની સ્માર્ટફોન નિર્માતા OnePlus સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ Krafton એ Oneplus 9 સીરીઝના ત્રણ ફોન મફતમાં આપવાની જાહેરાત કરી છે. 


Krafton એ પોતાની આ ઓફરની જાહેરત ટ્વીટ કરીને કરી છે. પોતાના ટ્વીટમાં Krafton એ કહ્યું 'વનપ્લસ, PUBG મોબાઇલ વર્લ્ડ ઇનવિટેશનલ માટે સત્તાવાર સ્માર્ટફોન પાર્ટનર, તમને OnePlus 9 સીરીઝ જીતવાની તક આપી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube