નવી દિલ્હી: દુનિયાભરમાં PUBG ગેમ પહેલાંથી વધુ પોપ્યુલર થઇ ગઇ છે. PUBG Mobile ની સફળતાને જોતાં કોરિયન કંપની Krafton Inc.એ હવે ગેમ લવર્સ માટે વધુ એક નવી ગેમ લોન્ક કરવાનો નિર્ણય કર્યો છે. વાત અહીં જ ખતમ થતી નથી. હવે PUBG Mobile ના દિવાના માટે અલગથી PUBG Cartoon અને PUBG Animated Show પણ લાવવાની તૈયારી થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન્ચ થશે New Battle Royale Game
Bloomberg ના રિપોર્ટ અનુસાર કંપની ગેમ લવર્સ માટે PUBG: New Battle Royale Game લાવવાની તૈયારી કરી રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષે ગેમને લોન્ચ કરી દેવામાં આવશે. Crafton ના CEO ચૈંગ-હૈનનું કહેવું છે કે 2021માં જ નવી ગેમ (PUBG New Game) ને લોન્ચ કરવામાં આવશે. 

43 Inches TV પર મળી રહ્યું છે 54 ટકા Discount, માત્ર 1130 રૂપિયામાં લઇ જાવ ઘરે TV


ખૂબ જલદી જ શરૂ થશે PUBG કાર્ટૂન
રિપોર્ટ અનુસાર કંપની આ વર્ષે PUBG Mobile ની પોપ્યુલારિટીને વધારવા માટે વેબ કાર્ટૂન (PUBG Web Cartoon) લાવવાની તૈયારી કરી રહ્યું છે. સાથે જ વધુમાં વધુ યૂઝર્સ સુધી પહોંચાડવા માટે PUBG Mobile એનિમેટેડ શો (PUBG Animated Show) પણ લાવવાની તૈયારી કરી રહી છે. 


ભારતમાં રિલોન્ચનો થઇ રહ્યો છે પ્રયત્ન
ભારત-ચીન સીમા પર થયેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે PUBG Mobile ને બેન (PUBG Mobile Ban) કરી દીધી હતી. જોકે કંપની સ્પષ્ટ કર્યું છે કે ભારતીય મોબાઇલ યૂઝર્સ (Mobile Users)ના ડેટાને ચીન સાથે કોઇ લેવા દેવા નથી. આ દરમિયાન કંપની ભારતીય યૂઝર્સ માટે અલગથી ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહી છે. સાથે જ દેશમાં અલગથી PUBG Mobile નું ઇન્ડીયન વર્જન લોન્ચ (Indian Version) કરવાની યોજના છે. 


તમને જણાવી દઇએ કે ભારતમાં PUBG Mobile ને રિલોન્ચના (PUBG Mobile Relaunch) માટે એક નવી કંપનીનું રચના કરવામાં આવી છે. સાથે જ કેન્દ્ર સરકાર સાથે વાતચીતનો પ્રયત્ન થઇ રહ્યો છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર યૂઝર્સના ડેટાને લઇને ખૂબ ગંભીર છે. હાલ PUBG Mobile ના રીલોન્ચને લઇને કોઇ સકારાત્મક સંકેત મળ્યા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube