ભારતમાં લોન્ચ થયા Realme 2 Pro, Realme C1, જાણો કિંમત, ફિચર્સ અને અન્ય વિગતો
આ બંને ફોન ફ્લિપકાર્ટ પર એક્સ્લુસિવલી ઉપલબ્ધ છે
નવી દિલ્હીઃ ઓનલાઈન વેચાણ કરતી સ્માર્ટફોન નિર્માતા કંપની Realme દ્વારા ગુરૂવારે ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, જેનું નામ છે Realme 2 Pro અને Realme C1. આ બંને ફોન ફ્લિપકાર્ટ પર એક્સ્લુસિવલી ઉપલબ્ધ છે. કંપનીએ જણાવ્યું કે, Realme 2 Pro અને Realme C1 ફોનનું વેચાણ 11 ઓક્ટોબરથી શરૂ થશે.
Realme 2 Pro ત્રણ વેરિઅન્ટ્સમાં થયો છે લોન્ચ
1. 4GB RAM + 64GB મેમરી, કિંમત રૂ.15,990/-
2. 6GB RAM + 64GB મેમરી, કિંમત રૂ.15,990/-
3. 8GB RAM + 128GB મેમરી, કિંમત રૂ.17,990/-
Realme 2 Proની વિશેષતાઓ
- 6.3 ઈન્ચ FHD + ડ્યુડ્રોપ ફૂલ સ્ક્રીન
- સ્નેપ્ડ્રાગોન 660 AIE પ્રોસેસર 8GB RAM સાથે
- 3500 mAh બેટરી
- ડ્યુઅલ રિઅર કેમેરા 16+2MP અને 16MP ફ્રન્ટ કેમેરા
- ત્રણ રંગઃ આઈસ લેક, બ્લેક સી અને બ્લ્યુ ઓસિયન
Realme C1ની વિશેષતાઓ
Realme C1 ફોન 6.2 ઈંચ નોચ ડિસ્પ્લે સાથે ઉપલબ્ધ છે. તેમાં ક્વાલકોમ સ્નેપડ્રાગોન 45o Octa-core પ્રોસેસર છે. ફોનની બેટરી 4230mAh છે, જ્યારે 13MP + 2MP ડ્યુઅલ કેમેરા સાથેનો ફોન છે. તેના 2GB RAM + 16GB ફોનની કિંમત માત્ર રૂ.6,999/- છે.
OPPO ફોનની પેટા બ્રાન્ડ તરીકે જન્મેલી Realme હવે એક સ્વતંત્ર બ્રાન્ડ બની ચૂકી છે. જુલાઈ મહિનામાં આ કંપનીએ OPPO સાથે વિખુટા પડી જવાની જાહેરાત કરી દીધી હતી. અત્યારે તેના પ્રમુખ સ્કાય લી છે, જે OPPO ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા અને સિનિયર એક્ઝીક્યુટીવ હતા.