લોન્ચ પહેલા Realme 5 Proને લઈને મોટો ખુલાસો, જાણો તેના ખાસ ફીચર્સ
Realme 5મા સ્નૈપડ્રૈગન 710 SoC પ્રોસેસર લાગેલું છે જે એન્ડ્રોઇડ 9 પાઈ પર કામ કરશે. તેની રેમ 8 જીબીની હશે.
નવી દિલ્હીઃ રિયલમી (Realme) ટૂંક સમયમાં Realme 5 Pro સ્માર્ટફોન લઈને આવી રહ્યું છે.આ સ્માર્ટફોનના ફીચરને લઈને ગીકબેંચ (Geekbench) પર થોડા ખુલાસા થયા છે. આ સ્માર્ટફોનની સાથે Realme 5ને પણ લોન્ચ કરવામાં આવશે. Realme 5મા સ્નૈપડ્રૈગન 710 SoC પ્રોસેસર લાગેલું છે જે એન્ડ્રોઇડ 9 પાઈ પર કામ કરશે. તેની રેમ 8 જીબીની હશે.
પરંતુ, જુદા-જુદા લીગમાં પ્રોસેસરને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યાં છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે Realme 5 Proમા સ્નૈપડ્રૌગન 712 SoC પ્રોસેસર હશે. અત્યાર સુધી લીક પ્રમાણે બંન્ને સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા સેટઅપ હશે. Realme 5 Proમા 48 મેગાપિક્સલનો સોની IMX586 પ્રાઇમરી રિયર સેન્સર હોઈ શકે છે.
ટિપ પ્રમાણે, બંન્ને સ્માર્ટફોનને 20 ઓગસ્ટે ભારતીય બજારમાં લોન્ચ કરી શકાય છે. આ બંન્ને સ્માર્ટફોનમાં 5000 mAhની પાવરફુલ બેટરી હશે. સાથે તેમાં Charge 3.0 ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 55 ટકા બેટરી 30 મિનિટમાં ચાર્જ કરી દેશે. લીક રિપોર્ટ પ્રમાણે Realme 5મા બેક ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે, જ્યારે Realme 5 Proમા ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોવાની સંભાવના છે.