નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમી (Realme) જલદી પોતાની નવી 5G સ્માર્ટફોન સિરીઝ, Realme 9 Pro 5G Series ને લોન્ચ કરી શકે છે. સત્તાવાર જાણકારીની વાત કરીએ તો કંપનીએ આ સિરીઝના બે સ્માર્ટફોન Realme 9 Pro+ અને Realme 9 Pro ના લોન્ચને ટીઝ કર્યુ છેય આ સિરીઝના ફીચર્સ અને લોન્ચ ડેટને લઈને ઘણી જાણકારી લીક થઈ છે, આવો તેના વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન્ચ થઈ રહી છે  Realme ની નવી સ્માર્ટફોન સિરીઝ
ટિપ્સ્ટર અભિષેક યાદવે ટ્વિટર દ્વારા એક તસવીર શેર કરી જણાવ્યું કે Realme 9 Pro 5G સિરીઝ યૂરોપના માર્કેટમાં 15 ફેબ્રુઆરીએ લોન્ચ થશે પરંતુ કંપનીએ હાલ તેની પુષ્ટિક રરી નથી. જ્યાં સુધી ભારતમાં આ ફોનના લોન્ચનો સવાલ છે. હાલ કોઈ જાણકારી સામે આવી નથી. 


કંપનીએ આપી આ ફીચરની જાણકારી
આ સ્માર્ટફોન સિરીઝનું તે ફીચર, જેના પર નિર્માતા કંપની મોહર લગાવી ચુકી છે, તે ફોનનું પ્રોસેસર છે. કંપનીએ તે વાતને કન્ફર્મ કરી કે Realme 9 Pro+ મીડિયાટેક ડાયમેન્સિટી 920 પ્રોસેસર સાથે કામ કરશે અને  5G સેવાઓ સાથે લોન્ચ કરવામાં આવશે. બસ આ જાણકારી જે રિયલમી તરફથી સત્તાવાર રીતે સામે આવી છે, બાકી બધુ લીક્સ છે. 


આ પણ વાંચોઃ Jio vs Airtel: 56 દિવસ ચાલનારા શાનદાર પ્લાન, 112GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગનો લાભ  


લીક્સ થયા ફીચર્સ
લીક થયેલા ફીચર્સની વાત કરીએ તો Realme 9 Pro+ અને Realme 9 Pro ની ડિઝાઇન Realme 9i કે Realme 9i જેવી હશે. Realme 9 Pro ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર પર કામ કરનાર આ ફોન 6.95 ઇંચની ઓએલઈડી ડિસ્પ્લે, પંચ હોલ ડિજાઇન અને 120Hz ના રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. તેમાં તમને 64MP ના મેન સેન્સર સાથે ત્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે. બેટરીની વાત કરીએ તો ફોનની બેટરી  5,000mAh હોઈ શકે છે, જે  33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. Realme 9 Pro+ વિશે વધુ માહિતી સામે આવી નથી. 


આશા કરવામાં આવી રહી છે કે જે રીતે રેલમેએ પોતાની નવી સ્મારફોન સિરીઝના પ્રોસેસરની જાણકારી આપી છે, તેમ આ સિરીઝના બાકી ફીચર્સ અને લોન્ચ ડેટ પણ જલદી કન્ફર્મ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube