Realme GT 3 240W: Realme એ થોડા સમય પહેલા જ તેના નવા સ્માર્ટફોન Realme GT 3 240W અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. આ એક ફાસ્ટ ચાર્જિંગ ફોન હશે. આ સ્માર્ટફોન ટુંક સમયમાં જ ભારતમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. ટિપસ્ટર પારસ ગુગલાનીએ Realme GT 3 240W નું ઓફિશિયલ પોસ્ટર જાહેર કર્યું છે. આ સ્માર્ટફોન સ્ટાઈલિશ લુકમાં પલ્સ વાઈટ અને બૂસ્ટર બ્લૂ કલરમાં આવશે તેવી શકયતા છે. 
 
આ પણ વાંચો:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Punch ને ટક્કર મારશે આ સસ્તી SUV કાર, માત્ર 11,000માં થઈ રહ્યું છે ધડાધડ બુકિંગ


આ ટ્રીકથી બમણી થઈ જશે Bike Mileage, એકવાર ભરાવેલું પેટ્રોલ ચાલશે દિવસો સુધી


કાર ખરીદવાનું પ્લાનિંગ હોય તો ચેક કરો આ લિસ્ટ, કઈ કાર છે ડિમાન્ડમાં અને કઈ કાર નહીં


આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો Realme GT 3 240W માં 144Hz ના રીફ્રેશ રેટ સાથે 6.74 ઈંચ AMOLED ડિસ્પ્લે મળશે.  Realme GT 3 240W ક્વાલકોમ સ્નૈપડ્રેગન 8+ જેન 1 પ્રોસેસર સંચાલિત હશે. જેમાં 16GB સુધી LPDDR5X RAM और 1TB સુધી  UFS 3.1 સ્ટોરેજ સપોર્ટ હશે જે ફોનને એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરેજ ઓપ્શન આપે છે. 


 
Realme GT 3 240W ના Cameraની ખાસિયત એ છે કે તે લેટેસ્ટ Android 13 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત Realme UI 4.0 પર ચાલે છે. તેમાં OIS ની સાથે 50MP Sony IMX890 સેંસર, 8MP અલ્ટ્રા વાઈડ એંગલ લેંસ અને 2MP માઈક્રોસ્કોપ લેંસ છે. તેમાં સેલ્ફી માટે  16MP નો ફ્રંટ ફેસિંગ કેમેરો છે. 


 
Realme GT 3 240W માં 240W સુપરવૂક ચાર્જિંગ સપોર્ટ હશે. જેમાં  4600mAh ની દમદાર બેટરી હશે. ફોનનું ડાયમેંશન 163.85×75.75×8.9mm છે અને તેનું વજન 199 ગ્રામ છે. ફોનમાં ટાઈપ સી પોર્ટ, ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર અને ડોલ્બી એટમોસ ઓડિયો સાથે સ્ટીરિયો સ્પીકર છે.