નવી દિલ્હીઃ લોકપ્રિય સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમી (Realme) જલદી એક નવો સ્માર્ટફોન Realme GT Pro 2 લોન્ચ કરી શકે છે. રિયલમીના આ નવા ફોનને લઈને ઘણા બધા લીકર્સ અને ટિપ્સ્ટર્સે જાણકારી શેર કરી છે, જેનાથી તેના લોન્ચના સમાચાર પાક્કા થઈ રહ્યાં છે. આવો જાણીએ આ ફોનની ખાસિયત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટિપ્સ્ટરે આપી Realme GT Pro 2 ની જાણકારી
જાણીતા ટિપ્સ્ટર મુકુલ શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટના માધ્યમથી આ જાણકારી આપી છે કે  IMEI ડેટાબેસ પર Realme GT Pro 2 ને RMX3301 મોડલ નંબરની સાથે જોવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે લિસ્ટિંગમાં આ ફોનનું મેન્શન હાલમાં થયું છે. 


આ ફોન જેવા હોઈ શકે છે Realme GT Pro 2 ના ફીચર્સ
તમને જણાવી દઈએ કે લિસ્ટિંગ મોડલ નંબર સિવાય અન્ય કોઈ જાણકારી સામે આવી નથી. જેનો મતલબ છે કે આ ફોન સાથે જોડાયેલ તમામ જાણકારીનો માત્ર અંદાજ લગાવવામાં આવી રહ્ય છે. તે પણ જોવામાં આવ્યું કે, Realme GT Pro 2 નો મોડલ નંબર Realme GT Neo ના મોડલ જેવો જ છે અને તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બંને હપોનસના ફીચર્સ પણ એક જેવા હોઈ શકે છે. 


આ પણ વાંચોઃ LAVA પોતાનો પહેલો 5G સ્માર્ટફોન કરશે લોન્ચ, જોવા જેવા છે આ શાનદાર ફોનના ફિચર્સ


રિયલમીના નવા ફોનમાં મળી શકે છે આ ફીચર્સ
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નવો સ્માર્ટફોન મીડિયાટેક કે સ્નેપડ્રેગન ચિપ પર કામ કરી શકે છે, તેમાં એમોલેડ અને હાઈ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે મળી શકે છે અને તેમાં ઓછામાં ઓછા 65W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા તો હશે. 


તે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફોનની જાણકારી જલદી ટીઝર્સ દ્વારા આપવામાં આવશે. ફોન 2021ના અંત કે 2022માં લોન્ચ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube