સસ્તા બજેટમાં હવે Realme લોંચ કરશે આ ધમાકેદાર ફોન, ફિચર્સ જોઈને થઈ જશે ખરીદવાનું મન
Realme X7 5G ભારતમાં 4 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થવાનો છે.આ નવી રિયલમી ફોનને Realme X7 Pro 5Gની સાથે લોન્ચ કરવામાં આવશે.માનવામાં આવે છે કે Realme X7 5Gના ઈન્ડિયન વેરિએટ ચીનમાં આજ મહીનામાં લોન્ચ થયેલા Realme V15થી મળતો જુલતો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ Realme X7 5Gની કીંમત હજુ સુધી જાણવા મળી નથી પરંતુ 21 હજારની આસપાસ તેની કિંમત હોઈ શકે છે. 4 ફેબ્રુઆરીએ આ ફોનનું લોન્ચિંગ થશે ત્યારે કિંમત જાણી શકાશે પરંતુ હાલ આ ફોનની કિંમત 21થી 22 હજાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.આ લાન્ચિંગના કાર્યક્રમનું આયોજન વર્ચ્યુઅલી કરવામાં આવશે.
Budget 2021: લિયાકત અલીથી માંડીને સીતારમણ સુધી, આ નાણામંત્રી રજૂ કરી ચૂક્યા છે સામાન્ય બજેટ
Realme X7 5Gનું સ્પેસિફિકેશન્સ
આ ફોનનું Weight 184 g (6.49 oz) છે.ડિસપ્લે Super AMOLED, 120Hz છે.ડિસપ્લેની સાઈઝ 6.55 inches, 103.6 cm2 છે.આ ફોનની ઈન્ટર્નલ મેમરી 128GB 6GB RAM, 128GB 8GB RAM, 256GB 8GB RAMની છે.આ ફોન 64MP પ્રાઈમરી કેમેરાવાળો ટ્રીપર કેમેરા સેટપ આવશે.સાથે જ 8MP અને 2MPના બે અને કેમેરા પણ મળશે.આવવાવાળા આ રીયલમી સ્માર્ટફોનમાં 4,300mAHની બેટરી અને 50W સુપર ફાસ્ટ ચાર્જિગનો સપોર્ટ મળશે.
WhatsApp માં એડ થયા નવા ફીચર, Group Admin ને મળશે નવા પાવર
Realme X7 Pro 5Gનું સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટની સાથે સુપર AMOLEDડિસ્પ્લે મળશે.આ ફોન MediaTek Dimensity 1000+ની સાથે મળશે.આમાં ફોટોગ્રાફી માટે 64MPક્વોર્ડ કેમેરા સેટપ મળશે.સાથે જ આમા 8MP + 2MP + 2MPના અન્ય કેમેરા પણ હશે.સાથે જ આ ફોનમાં 65W SuperDart ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube