નવી દિલ્હીઃ રિયલમી તરફથી ભારતમાં આજે નવી  Narzo સિરીઝની ડિવાઇસ લોન્ચ કરી દેવામાં આવી છે. કંપની આ સિરીઝ યૂથને ટાર્ગેટ કરતા લાવી છે અને તેના બે સ્માર્ટફોન ઓનલાઇન ઓનલી ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. રિયલમી તરફથી લોન્ચ  Narzo 10 અને 10A બંન્ને મિડરેન્જ અને બજેટ સેગમેન્ટમાં ઉતારવામાં આવ્યા છે. દમદાર બેટરીથી લઈને શાનદાર કેમેરા સુધી આ ડિવાઇસમાં સામેલ કરવામાં આવ્યા છે. । Narzo 10Aની રિયલ પેનલ પર મોટો આઇકોનિક રિયલમી લોકો આપવામાં આવ્યો છે, તો Narzo 10ની રિયલ પેનલ ખાસ ડિઝાઇનની સાથે આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Narzo 10 અને Narzo 10Aની કિંમત
Realme Narzo 10 ને 11,999 રૂપિયામાં ખરીદી શકાશે અને આ સ્માર્ટફોનમાં 4જીબી રેમની સાથે 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Realme Narzo 10A નું એક મોડલ 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની સાથે આવે છે અને તેની કિંમત 8499 રૂપિયા રાખવામાં આવી છે.  Realme Narzo 10A સ્માર્ટફોનને સો બ્લૂ અને સો વાઇટ કલરમાં બજારમાં ઉતારવામાં આવ્યા છે. Narzo 10ને દેટ ગ્રીન, દેટ વાઇટ કલરમાં ખરીદી શકાશે. 


Apple Watch 6 રાખશે યૂઝરની મેન્ટલ હેલ્થનું ધ્યાન, પેનિક એટેકથી બચાવવાનો પ્રયત્ન

Realme Narzo 10A ની ખાસિયતો
રિયલમી Narzo 10Aમાં 6.5 ઇંચની  HD+ ડિસ્પ્લે અને MediaTek Helio G70 ચિપસેટ મળે છે. આ ફોનની રિયલ પેનલ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે અને મિની-ડ્રોપ ફુલસ્ક્રીન આપવામાં આવી છે, તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ સ્માર્ટફોનમાં હાઈ ગ્રાફિક  PUBG પણ રમી શકાશે. સ્માર્ટફોનમાં મળનારી 5000mAhની બેટરીની મદદથી 43 કલાક કરતા વધુ ટોકટાઇમ મળશે. આ સ્પ્લેશ  રેજીસ્ટેન્સ પણ ઓફર કરે છે અને તેમાં મેમરી કાર્ડ અલગથી લગાવી શકાશે. 


સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં પ્રાઇમરી સેન્સર 12 મેગાપિક્સલનું છે. આ સિવાય બીજા પોર્ટેટ અને ત્રીજા મેક્રો સેન્સર પણ આ સ્માર્ટફોનમાં આપવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે તેની મદદથી લો-લાઇટમાં સારી ફોટોગ્રાફી કરી શકાશે. કેમેરામાં અલ્ટ્રા મેક્રો, પોર્ટેટ મોડ અને એચડીઆર મોડ સિવાય 4x  ઝૂમ મળશે. સાથે ક્રોમા બૂસ્ટ ફીચર પણ ફોનમાં આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો કેમેરો એઆઈ સપોર્ટની સાથે આપવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર