નવી દિલ્હીઃ Realmeએ પોતાના રિયલમી નાર્ઝો 10 ફોનના એક ફ્લેશ સેલની જાહેરાત કરી દીધી છે. Realme Narzo 10નું વેચાણ ફ્લિપકાર્ટ અને રિયલમીડોટકોમ પર થશે. આ ફોનનો ફ્લેશ સેલ બપોરે 12 કલાકથી શરૂ થઈ ગયો છે. ફોનને ખરીદવા ઈચ્છુક લોકો આ સાઇટ પર જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Narzo 10 અને Narzo 10Aની કિંમત
Realme Narzo 10 ને 11,999 રૂપિયામાં ખરીદી શકાશે અને આ સ્માર્ટફોનમાં 4જીબી રેમની સાથે 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Realme Narzo 10A નું એક મોડલ 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની સાથે આવે છે અને તેની કિંમત 8499 રૂપિયા રાખવામાં આવી છે.  Realme Narzo 10A સ્માર્ટફોનને સો બ્લૂ અને સો વાઇટ કલરમાં બજારમાં ઉતારવામાં આવ્યા છે. Narzo 10ને દેટ ગ્રીન, દેટ વાઇટ કલરમાં ખરીદી શકાશે. 


આ સિવાય નો-કોસ્ટ ઈએમઆઈની સાથે સ્ટાન્ડર્ડ ઈએમઆઈ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. રિયલમી નાર્ઝો 10 માટે નો-કોસ્ટ ઈએમઆઈની કિંમત 10 હજાર રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. 


Realme Narzo 10 ની ખાસિયતો
નવા  Realme Narzo 10માં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે 89.8 ટકા સ્ક્રીન-ટૂ-બોડી રેશિયોની સાથે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં વોટરડ્રોપ સ્ટાઇલ નોચ આપવામાં આવી છે અને આ દમદાર પરફોર્મેંસ માટે MediaTek Helio G80 ચિપસેટની સાથે આવે છે. તેમાં બે વિકલ્પ 3 જીબી અને 4 જીબી આપાવમાં આવ્યા છે. ફોનમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આવશે. ગેમિંગ માટે દમદાર ચિપસેટ યૂઝર્સને સારૂ પરફોર્મ આપે છે. ફોનમાં AnTuTu પર 201, 278 બેંચમાર્ક સ્ટોર અચીવ કર્યો છે અને આ આઈ-કેયર મોડ પણ ઓફર કરે છે. 


Google નો મોટો નિર્ણય, હવે યૂઝર્સને નહી જોવા મળે આ પ્રકારની એડ


વાત કરીએ કેમેરાની તો આ સ્માર્ટફોનમાં કોડ કેમેરા સેટઅપ મળે છે અને 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. પ્રાઇમરી સેન્સર સિવાય તેમાં 119 ડિગ્રી અલ્ટ્રા-વાઇડ લેન્સર, પોટ્રેટ લેન્સ અને મેક્રો લેન્સ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનનો 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો એઆઈ સપોર્ટની સાથે આપવામાં આવ્યોછે. આ ફોનમાં સુપર નાઇટસ્કેપ મોડ પણ આપવામાં આવ્યો છે. તેમાં  5000mAh ની બેટરી રિવર્સ ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર