રિયલમીએ લોન્ચ કર્યો દમદાર બજેટ સ્માર્ટફોન Realme V23, બેટરી-ડિસ્પ્લે છે જબરદસ્ત
રિયલમીએ વી સિરીઝના નવા સ્માર્ટફોન તરીકે Realme V23 ને લોન્ચ કરી દીધો છે. લેટેસ્ટ ફોન ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્સિટી 810 ચિપ, 48MP રિયર કેમેરા અને 5000mAh ની બેટરી સાથે આવે છે.
નવી દિલ્હીઃ Realme એ V- સિરીઝના નવા સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે, જેને Realme V23 નામ આપવામાં આવ્યું છે. રિલયમીનો આ લેટેસ્ટ ફોન ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્સિટી 810 ચિપ, 48MP રિયર કેમેરા અને 5000mAh ની બેટરીની સાથે આવે છે. ફોન બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, તેમાં 3.5mm નો હેડફોન જેક છે. આ સિવાય ફોનમાં ખુબ મોટી 6.58 ઇંચની ડિસ્પ્લે છે અને હેન્ડસેટ માત્ર 190 ગ્રામનો છે. આવો Realme V23, તેના સ્પેક્સ, ફીચર્સ, પ્રાઇસિંગ અને સેલ ડેટ પર નજર કરીએ.
Realme V23 ના બેસિક સ્પેક્સ
- હાલમાં જારી કરવામાં આવેલ Realme V23 નો ગ્લેઝ્ડ ફેન્ટમ કલર ઓપ્શનની ડિઝાઇન ઉગતા સૂરજને દર્શાવે છે. ચમકદાર બોડીની સપાટી ક્રિસ્ટલ ડાયમંડ તકનીકથી બની છે, જે વધુ પારદર્શી અને ટેક્ચર કલર ઇફેક્ટ પેદા કરે છે.
- તેમાં 6.58 ઇંચની FHD+ ડિસ્સ્પેલ છે જેનું સ્ક્રીન રેઝોલ્યૂશન 2408x1080 પિક્સલ છે. ફોનની પહોળાઈ 8.1mm છે અને વજન 190 ગ્રામ છે. Realme V23 મીડિયાટેક ડાઇમેન્સિટી 810 ચિપસેટથી લેસ છે, જે 128 જીબી રેમ સુધી અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે.
- ફોટોગ્રાફી માટે V23 માં ડ્યુઅલ રિયર કેમેરા મોડ્યૂલ સામેલ છે જેમાં 48MP પ્રાઇમરી કેમેરા અને 2 મેગાપિક્સલનું સેકેન્ડરી શૂટર સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફ્રંટમાં 8 મેગાપિક્સલનું શૂટર છે. ફોન 5000mAh ની બેટરીથી લેસ છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
- હેન્ડસેટમાં 3.5 મિમી ઓડિયો જેક છે અને તેમાં પાવર બટનમાં એક સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.
આ પણ વાંચોઃ Pocket Printer: ખીસામાં ફીટ થઈ જશે આ પ્રિન્ટર! સ્માર્ટ ફોન સાથે કરી શકશો કનેક્ટ
ફોનની કિંમત
કંપનીએ હાલ ચીનમાં આ ફોન લોન્ચ કર્યો છે. જ્યાં Realme V23 ના 8GB+256GB વેરિએન્ટની કિંમત 1699 યુઆન (લગભગ 20 હજાર રૂપિયા) અને 12GB+256GB વેરિએન્ટની કિંમત 1899 યુઆન (લગભગ 22 હજાર રૂપિયા) છે. ફોન આજે ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. ફોનના કલર ઓપ્શનમાં ગ્લાસ મેજિક અને ગ્રેવલ બ્લેક સામેલ છે. ફોન ભારતમાં એક અલગ નામ સાથે આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube