રિયલમીએ લોન્ચ કર્યાં 4 રિયર કેમેરાવાળા 2 સ્માર્ટફોન, જાણો કિંમત
રિયલમીએ પોતાના નવા ફ્લેગશિપ ફોન રિયલમી X3 સુરત ઝૂમ (Realme X3 SuperZoom) લોન્ચ કર્યો છે. આ ફોન સૌથી પહેલાં યૂરોપમાં સેલ માટે ઉપલબ્ધ થશે. આ ફોનની સાથે કંપનીએ રિયલમી 6s (Realme 6s) પણ લોન્ચ કર્યો છે.
નવી દિલ્હીઃ રિયલમીએ પોતાના નવા ફ્લેગશિપ ફોન રિયલમી X3 સુરત ઝૂમ (Realme X3 SuperZoom) લોન્ચ કર્યો છે. આ ફોન સૌથી પહેલાં યૂરોપમાં સેલ માટે ઉપલબ્ધ થશે. આ ફોનની સાથે કંપનીએ રિયલમી 6s (Realme 6s) પણ લોન્ચ કર્યો જે રિયલમી 6 (Realme 6)નું વધુ અફોર્ડેબલ વર્ઝન છે. રિયલમી x3 સુપરઝૂમ માત્ર એક સ્ટોરેજ મોડલ 12GB + 256GBમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
રિયલમી X3 સુપરઝૂમની કિંમત
જેમ તમને જણાવ્યું કે, આ ફોન માટે એક વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની સાથે આવનારા આ ફોનની કિંમત 499 યૂરો લગભગ 40,000 રૂપિયા છે.
રિયલમી X3 સુપરઝૂમની ખાસિયતો
આ ફોનને 6.6 ઇંચ LCD ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં સ્નૈપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. વાત કરીએ કેમેરાની તો ફોનમાં 64MP + 8MP + 8MP + 2MP નું કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનના ફ્રન્ટમાં પણ 32MP + 8MP નો ડ્યૂલ કેમેરો આવશે. ફોનમાં 4200mAh ની બેટરી આપવામાં આવી છે.
શાઓમીએ લોન્ચ કર્યું 32 ઇંચનું Mi TV Pro, કિંમત 10 હજારથી પણ ઓછી
રિયલમી 6એસની કિંમત
આ ફોન પણ માત્ર એક વેરિયન્ટ 4GB + 64GBમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને 199 યૂરો લગભગ 16500 રૂપિયાની કિંમતની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન 2 જૂનથી યૂરોપમાં સેલ માટે ઉપલબ્ધ થશે. પ્રી-ઓર્ડર માટે આ ફોન આજથી યૂરોપમાં ઉપલબ્ધ છે.
રિયલમી 6એસની ખાસિયતો
રિયલમી 6S માં6.5 ઇંચ LCD ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન MediaTek Helio G90Tથી પાવર્ડ છે. ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં ફોટોગ્રાફી માટે 48MP + 8MP +2MP + 2MP કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો છે. ફોનને 4300mAhની બેટરીથી પાવર મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube