દમદાર ફીચર્સ સાથે લોન્ચ થયો Redmi નો સૌથી સસ્તો 5G ફોન, 50MP કેમેરો અને 8GB RAM
Redmi એ આજે પોતાનો બજેટ 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રેડમીનો આ પ્રથમ 5જી સ્માર્ટફોન છે Mediatek Dimensity 700 ચિપસેટની સાથે આવે છે અને દેશભરમાં 5જીને સપોર્ટ કરશે. આવો જાણીએ તેની કિંમત અને ફીચર્સ...
નવી દિલ્હીઃ રેડમીએ આજે પોતાનો 5G બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. રેડમીનો આ પ્રથમ 5G ફોન છે જે Mediatek Dimensity 700 ચિપસેટ સાથે આવ્યો છે અને દેશમાં 5જીને સપોર્ટ કરશે. ફોન 5000 એમએએચની બેટરી અને 50MP ના AI કેમેરાથી લેસ છે. રેડમી 11 Prime 5G ની સાથે આજે કંપનીએ તેના 4જી વેરિએન્ટને પણ લોન્ચ કર્યો છે. 4G સ્માર્ટફોનની કિંમત 5જી કરતા ઓછી રાખવામાં આવી છે. ચાલો જાણીએ Redmi 11 Prime 5G કિંમત અને ફીચર્સ.
Redmi 11 Prime 5G ની કિંમત
Redmi 11 Prime 5G ના 4GB+64GB વર્ઝનની કિંમત 13999 રૂપિયા છે. ફોનને ત્રણ કલરમાં રજૂ કરવામાં આવ્યો છે, જે મીડો ગ્રીન, ક્રોમ સિલ્વર અને થંડર બ્લેક છે. શાઓમીનો આ ફોન પ્રથમવાર સેલ માટે 9 સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે. આઈસીઆઈસીઆઈ બેન્કના કાર્ડથી ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
Redmi 11 Prime 5G ના સ્પેસિફિકેશન અને ફીચર્સ
પ્રોસેસરઃ Redmi 11 Prime 5G 7nm ચિપસેટ ડિઝાઇન પર આધારિત Mediatek Dimensity 700 પ્રોસેસર પર ચાલે છે. ફોન 6GB રેમ અને 128GB સ્ટોરેજની સાથે આવે છે. ફોન વર્ચુઅલ રેમ બૂસ્ટરને સપોર્ટ કરે છે. ફોન 5જી પાવર મોડમની સાથે આવે છે. તેમાં ડ્યુઅલ 5જી સ્ટેન્ડબાય છે તેથી બંને સ્લોટ 5જી કનેક્ટિવિટીને સપોર્ટ કરશે.
આ પણ વાંચોઃ મર્સિડીઝના સૌથી વધુ વેચાતા મોડલના થઈ ગયા આવા હાલ, આટઆટલી ખાસિયતો પણ કામ ન આવી
ડિસ્પ્લે: Redmi 11 Prime 5G માં 6.58-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે, જેમાં 90 Hz રીફ્રેશ રેટ છે. આ વાઇડવાઇન L1 સપોર્ટની સાથે આવે છે, જેનો મતલબ છે કે તે નેટફ્લિક્સ, યૂટ્યૂબ વગેરે પર ફુલ એચડી કન્ટેન્ટને સપોર્ટ કરશે.
કેમેરાઃ ફોનમાં પાછળની તરફ 50MP નો મુખ્ય કેમેરો અને તેની સાથે એક ડેપ્થ સેન્સર છે. સ્માર્ટફોન નાઇટ મોડને પણ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે.
બેટરી : Redmi 11 Prime 5G બોક્સમાં 5000 એમએએચની બેટરી અને 22.5W ચાર્જરની સાથે આવે છે. ફોનમાં 3.5mm નો હેડફોન જેક પણ છે જે હાઈ-રેસ સર્ટિફાઇડ છે. ફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોયડ 12 પર આધારિત MIUI 13 પર ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube