Redmi 9 સહિત આ સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં થશે લોન્ચ
Nokia, Xiaomi અને Motorola જેવી કંપનીઓ તરફથી લગભગ 5 સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં લોન્ચ થશે.
નવી દિલ્હીઃ ભારતમાં આગામી સપ્તાહે બેક-ટૂ-બેક ઘણા સ્માર્ટફોન લોન્ચ થવાના છે. Nokia, Xiaomi અને Motorola જેવી કંપનીઓ તરફથી લગભગ 5 સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં જોવા મળશે. આવો જાણીએ આ સ્માર્ટફોન વિશે.
Redmi 9:
શાઓમી દ્વારા આ સ્માર્ટફોનને ભારતમાં 27 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. આશા કરવામાં આવી રહી છે કે આ રિબ્રાન્ડેડ Redmi 9C હોઈ શળકે છે, જેને પહેલા લોન્ચ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તે પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેના રિયરમાં ડુઅલ કેમેરા સેટઅપ હશે. ન કે 9Cની જેમ ત્રિપલ કેમેરા સેટઅપ. તેવી આસંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાં 5,000mAhની બેટરી અને MediaTek Helio G35 પ્રોસેસર મળશે.
Nokia 5.3:
તેને યૂરોપમાં પહેલા લોન્ચ કરી દેવામાં આવ્યો છે, હવે તેની એન્ટ્રી ભારતીય બજારમાં થવાની છે. યૂરોપમાં તેની કિંમત 189 euros (લગભગ 16,800 રૂપિયા) રાખવામાં આવી છે. કંપનીએ તેની લોન્ચિંગને લઈને ટીઝર જારી કર્યું છે, પરંતુ તેની તારીખ જણાવવામાં આવી નથી. સંભાવના છે કે તેને 25 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં 6.55-ઇંચ HD+ ડિસ્પ્લે, ક્વોલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર અને 4,000mAhની બેટરી આપવામાં આવી છે.
જાણો કઇ કંપની ઓછા ભાવમાં આવે છે વધુ ડેટા, કયો પ્લાન છે બેસ્ટ
Oppo A53 2020:
આ સ્માર્ટફોનને ઈન્ડોનેશિયામાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. હવે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તેનું લોન્ચિંગ 25 ઓગસ્ટે થવાનું છે. ઓપ્પોએ પહેલા જ જાણકારી આપી છે કે આ ફોનની કિંમત 15 હજારની અંદર હશે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 460 પ્રોસેસર, 90Hz રિફ્રેશ રેટની સાથે 6.5 ઇંચની HD ડિસ્પ્લે અને 5,000mAhની બેટરી આપવામાં આવી છે.
Motorola:
મોટોરોલાએ એક નવા સ્માર્ટફોનના લોન્ચિંગ માટે ટીઝર જારી કર્યું છે. પરંતુ કંપનીએ આ અપકમિંગ સ્માર્ટફોનનું નામ જણાવ્યું નથી. કંપનીનો આ સ્માર્ટફોન 27 ઓગસ્ટે લોન્ચ થશે. આશા કરવામાં આવી રહી છે કે આ સ્માર્ટફોન Moto E7 Plus હોઈ શકે છે. તેમાં સ્નેપડ્રેગન 460 પ્રોસેસર, 5,000mAhની બેટરી અને 48MP ડુઅલ કેમેરા સેટઅપ આવી શકે છે.
Gionee Max:
Gionee એક નવા એન્ટ્રી લેવલ સ્માર્ટફોનની સાથે ભારતમાં વાપસી કરવા જઈ રહ્યું છે. કંપની 25 ઓગસ્ટે એક નવો સ્માર્ટફોન લોન્ચ કરશે. આ નવો સ્માર્ટફોન Gionee Max હશે. ફ્લિપકાર્ટ તરફથી જારી ટીઝરમાં આ જાણકારી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત 6 હજાર રૂપિયા આસપાસ હશે અને તેમાં 5,000mAhની મોટી બેટરી મળશે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube