નવી દિલ્હીઃ રેડમીએ આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Redmi 9Aને લોન્ચ કરી દીધો છે. કંપની આ ફોનને 'દેશ કા સ્માર્ટફોન' ટેગલાઇન સાથે પ્રમોટ કરી રહી છે. ફોનના 2જીબી રેમ+32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મોડલની કિંમત 6799 અને 3જીબી રેમ+32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 7499 રૂપિયા છે. ફોનને એમેઝોન ઈન્ડિયા સિવાય  mi.com અને Mi હોમ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેડમી 9Aના સ્પેસિફિકેશન્સ
ફોનમાં 6.53 ઇંચની  IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 20:9નો આસપેક્ટ રેશિયો આપવામાં આવ્યો છે. ઓરા 360 ડિઝાઇન વાળા ફોનમાં યૂનીબોડી 3D ડિઝાઇન આપવામાં આવી છે. ફોનમાં મીડિયા ટેક હીલિયો G25 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગેમિંગ માટે તેમાં હાઇપર એન્જિન ગેમ ટેક્નોલોજી આપવામાં આવી છે. જરૂર પડવા પર યૂઝર આ ફોનની મેમરીને માઇક્રો એસડી કાર્ડથી વધારી પણ શકે છે. 


Vodafone-Idea લાવ્યું બે સસ્તા પ્લાન, કોલિંગ અને ડેટાની માણો મજા


ફોન એન્ડ્રોઇડ 10 પર બેસ્ડ  MIUI 12 પર કામ કરે છે
ફોટોગ્રાફી માટે ફોનમાં એલઈડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો AI રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સારી ફોટોગ્રાફી માટે ઘણા મોડ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે તેમાં તમને 5 મેગાપિક્સલનો કેમેરો મળશે. ફોનનો ફ્રંટ કેમેરો ફેસ અનલોક ફીચરને સપોર્ટ કરે છે. 


ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. ફોન જલદી ચાર્જ થાય તે માટે તેમાં 10 વોટનું ચાર્જર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ બેટરી બે દિવસ સુધી બેકઅપ આપી શકે છે. ફોનમાં 24 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે. ફોનમાં P2i કોટિંગ આવે છે જે તેને પાણીથી બચાવે છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube