માત્ર 399 રૂપિયામાં ખરીદો Redmi નો શાનદાર ફોન, એમેઝોન આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગત
જો તમે પણ એક સસ્તો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો રેડમી A1 ફોન ખરીદી શકો છો. એમેઝોન પર આ ફોન 8999 રૂપિયાની કિંમત પર લિસ્ટ છે. સાથે તેમાં 28 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોનની જરૂર દરેક યૂઝરને છે. સ્માર્ટફોન કોલેજ સ્ટૂડન્ટથી લઈને ઘરમાં કામ કરતી ગૃહિણી બધા માટે ઉપયોગી છે. તેની મદદથી લોકો કોલિંગ-મેસેજિંગ જ નહીં પરંતુ શોપિંગ અને બેન્કિંગ જેવા કામ પણ કરે છે. તેવામાં એક સસ્તી ડિવાઇસ બધાની પસંદ હોય છે. જો તમે પણ એક સસ્તો ફોન ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો આજે અમે તમને આવા એક ફોન વિશે જણાવી રહ્યાં છીએ, જેને તમે ઓછા ભાવમાં ખરીદી શકો છો.
અમે જે ફોનની વાત કરી રહ્યાં છીએ તે Redmi A1 છે. આ ફોન 5000mAh ની મોટી બેટરી, ડ્યુઅલ એઆઈ કેમેરા જેવા ફીચર્સની સાથે આવે છે. આ ફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. રેડમીના આ ડિવાઇસની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી છે. ઓનલાઇન ખરીદી કરનાર ગ્રાહકો માટે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પર આ ફોન એક શાનદાર ડીલ સાથે ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ માત્ર 38 હજારમાં iPhone 14!લોકો ફોન ખરીદવા માટે કરી રહ્યા છે પડાપડી; જાણો સુપર ઓફર
એમેઝોન પર આ ફોન 8999ની કિંમત પર લિસ્ટ છે. સાથે તેમાં 28 ટકાની બમ્પર છૂટ મળી રહી છે, જેથી તેની કિંમત ઘટીને માત્ર 6499 રૂપિયા રહી જાય છે. એટલું જ નહીં રેડમીના આ ફોનની ખરીદી HSBC Cashback Card Credit Card થી કરો છો તો તમને 250 રૂપિયાની વધારાની છૂટ મળશે.
એમેઝોન ગ્રાહકોને એક એક્સચેન્જ ઓફર પણ આપી રહ્યું છે. જે હેઠળ યૂઝર્સ Redmi A1 6100 રૂપિયાની છૂટ મેળવી શકે છે. આ છૂટ કંપની દ્વારા લિસ્ટેડ પ્રાઇઝ એટલે કે 6499 રૂપિયા પર લાગૂ થશે. આ રીતે ગ્રાહકો ફોનને માત્ર 399 રૂપિયામાં ખરીદી શકે છે.
આ પણ વાંચોઃ જિયોનો સૌથી ધમાકેદાર પ્લાન, 84 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલ
આ ફોનમાં 6.52 ઇંચની HD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં 60 HZ નો રિફ્રેશ રેટ અને 120 HZ નો ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે. કંપની આ ફોનમાં Mediatek Helio A22 ઓક્ટા કોર પ્રોસેસર ઓફર કરી રહી છે. સ્માર્ટફોનમાં 8 MP ડ્યુઅલ AI કેમેરા સેટઅપ મળે છે. આ ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube