નવી દિલ્હીઃ Redmi A1+ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. શાઓમીએ આ વર્ષે અલ્ટ્રા બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, જેનું નામ Redmi A1 છે. હવે કંપનીએ આ ફોનના અપગ્રેટ વર્ઝન એટલે કે Redmi A1+ ને લોન્ચ કર્યો છે. આ ફોનમાં જૂના વર્ઝનની જેમ 5000mAh ની બેટરી અને 6.52 ઇંચની HD+ LCD ડિસ્પ્લે જેવા અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાઓમી પોતાના આ ફોનને મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ઈન્ડિયાની સાથે પ્રમોટ કરી રહી છે. આવો અમે તમને આ ફોનના ફીચર્સ વિશે જણાવીએ. રેડમીના આ અલ્ટ્રા બજેટ સ્માર્ટફોનમાં 6.52 ઇંચની HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ડિસ્પ્લેનું રિઝોલ્યૂશન 1600 x 720 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ ફોનની સ્ક્રીન 60Hz રિફ્રેશ રેટ અને 120Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. 


ફોનમાં મળશે દમદાર પ્રોસેસર
આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો કંપનીએ તેમાં MediaTek Helio A22 ચિપસેટ આપી છે. આ એક એવું પ્રોસેસર છે, જેમાં તમે કોઈ હળવી બેટલ રોયલ ગેમ્સ પણ રમી શકશો. ફોનમાં પ્રોસેસરને સપોર્ટ કરવા માટે 3GB LPDDR4X RAM અને 32GB સુધી eMMC 5.1 સ્ટોરેજનો સપોર્ટ મળે છે. ફોનને માઇક્રો એસડી કાર્ડની મદદથી 1TB સુધી સ્ટોરેજને વધારી શકાય છે. 


આ પણ વાંચોઃ EV Policy: હવે Electric Car ખરીદવી બની આસાન, સરકાર આપશે 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ


આ ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 10 વોટના માઇક્રો યૂએસબી ચાર્જિંગ ફીચરની સાથે આવે છે. ફોનના પાછલા ભાગ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સેટઅપનો પ્રાઇમરી કેમેરો 8MP નો છે. તો તેનો બીજો કેમેરો QVGA સેન્સરની સાથે આવે છે. ફોનમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનના પાછળના ભાગ પર રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. જેનાથી યૂઝર્સ ફોનને લોક કે અનલોક કરી શકે છે. ફોનનો પાછળનો ભાગ લેધર ફિનિશિંગ બેક પેનલની સાથે આવે છે. 


પ્રથમ સેલમાં મળશે ડિસ્કાઉન્ટ
આ બજેટ ફોનમાં કનેક્ટિવિટી માટે ડબલ 4G સિમ, વાઈ-ફાઈ, ઓડિયો જેક અને બ્લૂટૂથ 5.0 નો સપોર્ટ મળે છે. ફોનને ત્રણ કલર ઓપ્શન- Light Blue, Light Green અને Black માં ખરીદી શકાય છે. આ ફોનની કિંમત 7999 રૂપિયા છે. ફોનનો પ્રથમ સેલ 17 ઓક્ટોબરે બપોરે 12 કલાકે શરૂ થશે. તો યૂઝર્સને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube