નવી દિલ્હી; ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ (Flipkart) પર આજે બપોરે 12 વાગ્યાથી Redmi K સીરીઝ સ્માર્ટફોનનો સેલ લાગવાનો છે. શાઓમીથી અલગ થયા બાદ રેડમી હવે એક ઇંડિપેંડેંટ બ્રાંડ છે અને આ ભારતમાં ઝડપથી વિસ્તાર કરી રહી છે. K સીરીઝ હેઠળ બે સ્માર્ટફોન Redmi K20 ને લોન્ચ કરવામાં આવ્યો હતો. Redmi K20 ની શરૂઆતી કિંમત 21999 રૂપિયા છે. તેના બે વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ Redmi K20 Pro શરૂઆતી કિંમત 27999 રૂપિયા છે. તેના પણ બે વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં 1000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ કંપની સત્તાવાર વેબસાઇટ mi.com પર પર પણ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi K20 ના 6GB+64GB વેરિએન્ટની કિંમત 21999 રૂપિયા અને 6GB+128GB વેરિએન્ટની કિંમત 23999 રૂપિયા છે. તો બીજી તરફ Redmi K20 Pro ના 6GB+128GB વેરિએન્ટની કિંમત 27999 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 30999 રૂપિયા છે. Redmi K20 ની ડિસ્પ્લે 6.39 ઇંચ છે. 48MP+13MP+8MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ છે. સેલ્ફી કેમેરા 20 મેગાપિક્સલ છે. તેની બેટરી 4000 mAh ની છે. આ સ્માર્ટફોન ક્વોલકમ સ્નૈપડ્રૈગન 730 પ્રોસેસર લાગેલુ છે. સેલમાં 1000 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 


Redmi K20 Pro ની ડિસ્પ્લે 6.39 ઇંચ છે. 48MP+13MP+8MP નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી કેમેરા 20 મેગાપિક્સલ છે. બેટરી 4000 mAh ની છે. ક્વોલકમ સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર લાગેલું છે. સેલમાં 1000 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.