નવી દિલ્હીઃ જો તમે રેડમીનો નવો સ્માર્ટફોન લેવા ઈચ્છી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપનીએ એક નવી સિરીઝ લોન્ચ કરી છે. રેડમી તરફથી Redmi Note 13 Series ને લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ પોતાની નવી સિરીઝમાં ત્રણ નવા સ્માર્ટફોન રજૂ કર્યાં છે, જેમાં Redmi Note 13, Redmi Note 13 Pro અને Redmi Note 13 Pro Max સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેડમીએ ત્રણેય સ્માર્ટફોન માટે યૂઝર્સને ગજબની ઓફર્સ આપી છે. કંપનીએ Note 13 અને Note 13 Pro plus 5G માં 5000mAh ની મોટી બેટરી ઉપલબ્ધ કરાવી છે, તો Redmi Note 13 Pro મોડલમાં 5100mAh ની બેટરી મળશે. આ સિરીઝમાં કંપનીએ એક એવો ફોન લોન્ચ કર્યો છે, જેમાં 200MP નો કેમેરો આપવામાં આવ્યો છે, જેની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી છે. 


Redmi Note 13 Series ની કિંમત
Redmi Note 13 સિરીઝ લોન્ચ કરવાની સાથે કંપનીએ એક નવુ ટેબલેટ અને TWS ને માર્કેટમાં રજૂ કર્યું છે. જો કિંમતની વાત કરીએ તો Redmi Note 13 ના બેસ વેરિએન્ટને કંપનીએ લગભગ 12799 રૂપિયામાં લોન્ચ કર્યું છે, જ્યારે તેનું અપર મોડલ 18 હજાર રૂપિયાની આસપાસ છે. 


Redmi Note 13 pro નું બેસ મોડલ 16 હજાર રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે, જ્યારે તેનું અપર મોડલ 23 હજાર રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ સિરીઝનું ટોપ મોડલ Redmi Note 13 Pro Plus 5G ની બેસ પ્રાઇઝ આસરે 21 હજાર 700 રૂપિયા છે, જ્યારે ટોપ મોડલની કિંમત 25 હજાર નજીક છે. 


આ પણ વાંચોઃ Jio ના ટોપ ટ્રેન્ડિંગ પ્લાન્સથી યૂઝર્સને મોજ, ફ્રી મળી રહ્યો છે 21GB ડેટા


Redmi Note 13 Series સ્ટોરેજ અને રેમ વેરિએન્ટ
રેડમી નોટ 13 5G સ્માર્ટફોનને કંપનીએ ત્રણ સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કર્યું છે. આ મોડલનું પ્રથમ બેસ વેરિએન્ટ 6GB અને 128GB સ્ટોરેજની સાથે આવે છે. તેનું બીજુ મોડલ 8GB રેમની સાથે 128GB/256GB સ્ટોરેજની સાથે આવે છે. તો ત્રીજુ મોડલ 12GB રેમ અને 256GB સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. 


Redmi Note 13 Pro 5G નું બેસ મોડલ 8GB રેમ 128GB/256GB સ્ટોરેજની સાથે આવે છે. તેનું સેકેન્ડ વેરિએન્ટ 12GB  રેમની સાથે 256GB અને 512Gb  સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેનું ત્રીજું વેરિએન્ટ 16GB રેમની સાથે આવે છે, જ્યારે તેમાં 512GB નું સ્ટોરેજ મળે છે. 


આ સિરીઝના ટોપ વેરિએન્ટ Redmi Note 13 Pro Plus 5G માં યૂઝર્સને 16GB સુધીની રેમ અને 512GB સુધીનું સ્ટોરેજ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube