નવી દિલ્હીઃ પ્રખ્યાત મોબાઈલ મેનુફેક્ચરિંગ કંપની Redmi પોતાનો Note 12 Pro Plus ફોનને આગામી વર્ષે લોન્ચ કરશે. કંપનીએ અત્યાર સુધીમાં 108 મેગાપિક્લ અને 120 વોટના ચાર્જરથી સજ્જ ફોન લોન્ચ કર્યો છે. પરંતુ કંપનીએ આ લિગસીને વધુ આગળ લઈ જવા 200 મેગાપિક્સલ અને 210 વોટના ચાર્જરવાળા ફોન લોન્ચ કરવા જઈ રહી છે. એક બાજુ મોટી મોટી મોબાઈલ કંપનીઓ 12-12 મેગાપિક્સલવાળા ફોનથી સંતોષ માને છે ત્યાં Redmi પોતાના મીડ રેન્જ ફોનમાં ફ્લેગશિપ લેવલના ફીચર્સ આપી ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા સતત પ્રયાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi Note 12 Pro Plusની ખાસ વાત તેનો કેમેરો અને ચાર્જિંગ છે. આ ફોનમાં 200 મેગાપિક્સલ વાળો સુપર હાઈ રિઝોલ્યુશન કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં પ્રાઈમરી કેમેરો 200 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઈડ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. 200 મેગાપિક્સલ કેમેરાથી અલ્ટા હાઈ રિઝોલ્યુશન ફોટોઝ તેમજ 4K વીડિયોઝ શુટ કરી શકાશે. આ ફોનમાં લગભગ 16 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. 


Redmi Note 12 Pro Plusનું બીજું ખાસ ફીચર તેનું સુપર ફાસ્ટ 210Wનું ચાર્જર છે. આ ફોનમાં ગેલિયમ નાઈટ્રાઈટની બેટરી આપવામાં આવી છે. Redmi Note 12 Pro Plusમાં 4300 mAHની બેટરી આપવામાં આવી છે. 210Wના ચાર્જરની મદદથી આ ફોન માત્ર 9 જ મિનિટમાં 0-100 ટકા ચાર્જ થઈ જશે. 


આ ફોનમાં MIUI 13 આપવામાં આવ્યું છે જે એન્ડ્રોઈડ 13 પર બેઝ્ડ છે. આ ફોનમાં MediaTek Dimensity 1080 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં IP53 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ આપવામાં આવ્યું છે. તેથી સામાન્ય પાણીના છાંટાથી ફોનના વપરાશમાં કોઈ ફરક પડશે નહીં. આ ફોનમાં 6.67 ઈંચની AMOLED સ્ક્રિન આપવામાં આવી છે. સ્ક્રિનની 900 નીટ્સ પિક બ્રાઈટનેસ છે. સાથે જ ફોનમાં 120Hzની રિફ્રેશ રેટનું ઓપશન મળશે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ફોનની ઉપર એક સ્પિકર ગ્રીલ અને IR બ્લાસ્ટર(યુનિવર્સર રિમોટ કંટ્રોલ) આપવામાં આવ્યું છે. આ ફોનની શરૂઆતી કિંમત 24,999 હોવાની સંભાવના.