`ગૂપચૂપ` રીતે લોન્ચ થઈ ગયો 7 હજારથી પણ ઓછી કિંમતનો ધાંસૂ સ્માર્ટફોન, બેટરી, કેમેરા જબરદસ્ત...જાણો વિગતો
ભારતમાં ગૂપચૂપ રીતે એક સસ્તો ફોન લોન્ચ થઈ ગયો છે. જો તમે ઓછા પૈસામાં ધાંસૂ ફોન ખરીદવાનું વિચારતા હોવ તો વિગતો ખાસ જાણો. આ ફોનમાં મોટી બેટરી અને લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જાણો આ ફોન વિશે....
રેડમી A3x આ વખતે જૂનમાં દુનિયાભરના બજારોમાં લોન્ચ કરાયો હતો. આ કંપનીની A-સિરીઝનો એક બજેટ સ્માર્ટફોન છે. હવે રેડમીએ આ જ ડિઝાઈન અને ફીચર્સવાળા ફોનને ભારતીય બજારમાં પણ ઉતારી દીધો છે. Redmi A3x ને ભારતમાં ચૂપચાપ લોન્ચ કરાયો છે જેમાં મોટી બેટરી અને લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જાણો આ Redmi A3x માં શું ખાસ છે.
Redmi A3x price in India
રેડમી A3x બે પ્રકારના આવે છે. એકમાં 3GB ની રેમ અને 64GB નો સ્ટોરેજ છે. અને બીજામાં 4GB ની રેમ અને 128GB નું સ્ટોરેજ છે. પહેલાવાળા ફોનની કિમત 6,999 રૂપિયા છે અને બીજાનો ભાવ 7,999 રૂપિયા છે. આ ફોન ચાર રંગમાં આવે છે. કાળા, લીલા, જૈતુન લીલા, અને સફેદ. આ ફોન તમે અમેઝોન ઈન્ડિયા કે રેડમીની પોતાની વેબસાઈટ પરથી ખરીદી શકો છો.
Redmi A3x specifications
રેડમી A3x માં 6.71 ઈંચની મોટી સ્ક્રીન છે. જેમાં તસવીરો સ્પષ્ટ જોવા મળે છે. આ સ્ક્રીન 90 હર્ટ્ઝની ઝડપથી ચાલે છે. જેનાથી વીડિયો અને ગેમિંગ સ્મૂથ થાય છે. સ્ક્રીનને સ્ક્રેચથી બચાવવા માટે તેના પર ગોરિલ્લા ગ્લાસ 3 લાગેલો છે. ફોનમાં યુનીસોક ટી603 ચીપ લાગેલી છે. જે ફોનને ઝડપથી ચાલવામાં મદદ કરે છે. તેમાં 4GB સુધીની રેમ અને 128GB સુધીની મેમરી છે. જેને તમે માઈક્રોએસડી કાર્ડથી 1TB સુધી વધારી શકો છો.
આ ફોનમાં 5000mAh ની મોટી બેટરી છે જેને 10 વોટના ચાર્જરથી ચાર્જ કરી શકાય છે. Redmi A3x માં બે કેમેરા પાછળની બાજુ છે જેમાંથી એક 8 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો છે અને બીજો 0.08 મેગાપિક્સેલનો નાનો કેમેરો છે. ફોનની આગળની બાજુ સેલ્ફી અને વીડિયો કોલ માટે 5 મેગાપિક્સલનો કેમેરો છે. આ ફોનમાં એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ છે અને કંપનીએ વચન આપ્યું છે કે ફોનમાં આગામી બે વર્ષ સુધી નવા એન્ડ્રોઈડ વર્ઝન મળશે અને આગામી 3 વર્ષ સુધી ફોનની સુરક્ષા માટે અપડેટ મળતા રહેશે.
રેડમી A3x માં તમારી સુરક્ષા માટે સાઈડમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ચહેરાની ઓળખ માટે ફીચર પણ અપાયું છે. આ સિવાય આ ફોનમાં 3.5mm નો હેડફોન જેક, બ્લ્યુટુથ 5.4, વાઈફાઈ, 4જી વોઅલટી અને જીપીએસ જેવા બીજા પણ અનેક ફીચર્સ છે.