Reduce Light Bill: લાઈટ બિલ અડધું થઈ જશે, શિયાળામાં ફ્રીજ વાપરતી વખતે આ ટીપ્સ ફોલો કરજો
How To Reduce Light Bill: જો તમારા ઘરનું લાઈટ બિલ પણ વધારે આવતું હોય તો શિયાળામાં તમે ફ્રીજ વાપરવામાં કેટલીક તકેદારી રાખીને લાઈટ બિલને અડધું કરી શકો છો. આજે તમને ફ્રીજ સંબંધિત કેટલીક ટીપ્સ વિશે જણાવીએ. ફોલો કરશો તો વીજળીને ખપત ઓછી થઈ જશે અને લાઈટ બિલ પણ અડધું આવશે.
How To Reduce Light Bill: ઘરમાં અલગ-અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. જેમાં રેફ્રિજરેટર જેને બોલચાલની ભાષામાં ફ્રીજ કહીએ છીએ તેના વિના એક દિવસ પણ ચાલે નહીં. દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના ફ્રીજનો ઉપયોગ થાય છે. ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં એવી વસ્તુ છે જે 24 કલાક ચાલે છે. એટલે કે 24 કલાક ફ્રીજને ઇલેક્ટ્રિસિટી ની જરૂર પડે છે. તેવામાં શિયાળામાં તમે ફ્રીજને એનર્જી એફિશિયન્ટ બનાવીને વીજ બીલ ઘટાડી શકો છો. આજે તમને કેટલીક એવી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો શિયાળામાં ફ્રિજનો ઉપયોગ કરીને પણ તમે વીજળી બચાવી શકો છો અને ઇલેક્ટ્રિસિટી બિલ ઘટાડી શકો છો.
આ પણ વાંચો: અરીઠાથી વાળ બનશે લાંબા, જાડા અને ડેન્ડ્રફ ફ્રી, વાળ ધોવા આ રીતે બનાવો અરીઠાનું પાણી
શિયાળામાં કેવી રીતે કરવો ફ્રિજનો ઉપયોગ ?
1. ઘણી વખત ફ્રિજનો દરવાજો થોડો ખુલ્લો રહી જાય છે. કેટલીક વખત લોકો ફ્રિજનો દરવાજો ખુલ્લો રાખીને જ એક સાથે ઘણી બધી વસ્તુ કાઢતા કે મૂકતા હોય છે. આમ કરવાથી ફ્રિજની ઠંડી હવા બહાર નીકળી જાય છે અને ગરમ હવા અંદર જાય છે જેના કારણે ઇલેક્ટ્રિસિટી વધારે વપરાય છે. તેથી એ વાતનું ધ્યાન રાખો કે વધારે વાર માટે ફ્રિજનો દરવાજો ખુલ્લો ન રહે.
2. ફ્રિજમાં જરૂર કરતાં વધારે સામાન ન ભરો. ફ્રિજમાં વધારે સામાન હશે તો તેને વધારે વીજળી વાપરીને કુલિંગ કરવું પડશે. સાથે જ વધારે સામાન હશે તો ફ્રીજના એરવેન્ટ બ્લોક થઈ જશે. જેથી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ પણ વધી જાય છે.
આ પણ વાંચો: Hair Regrowth: આ 5 કામ કરવાથી ટાલમાં પણ ઉગી શકે છે વાળ, ઝડપથી લાંબા થવા લાગે છે વાળ
3. કમ્પ્રેસર ને વધારે કામ કરતા બચાવવું હોય તો ફ્રીજ ની અંદર દરેક વસ્તુને ઢાંકીને રાખો. સાથે જ ફ્રીજમાં ક્યારેય ગરમ વસ્તુ રાખવી નહીં. રૂમ ટેમ્પરેચર પર વસ્તુ આવી જાય પછી જ તેને ફ્રિજમાં સ્ટોર કરો.
4. રેફ્રિજરેટરમાં કંડેનસર કોઈલ હોય છે જે તાપમાનને ઠંડું રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ વસ્તુ એવી હોય છે જેમાં ગંદકી જમા થઈ જતી હોય છે. સમયાંતરે તેને સાફ કરીને તમે ફ્રીજની લાઈફ સાયકલ વધારી શકો છો.
આ પણ વાંચો: ચોખામાં ધનેડા પડી જાય તો આ પીળી વસ્તુ રાખી દો ડબ્બામાં, જીવાત તુરંત બહાર નીકળી જાશે
5. જો તમારા ફ્રિજમાં પાવરસેવર મોડ કે વેકેશન મોડ હોય તો શિયાળામાં તેનો ઉપયોગ કરો. આ સુવિધા નો ઉપયોગ કરવાથી રેફ્રિજરેટરને વધારે વીજળીની ખપત રહેતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)