નવી દિલ્હીઃ Reliance Jio best affordable plan: રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયોની પાસે આ સમયે 44 કરોડથી વધુ યૂઝર્સ છે. જિયોએ જ્યારથી ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે, તે સતત યૂઝર્સની જરૂરીયાતનું ધ્યાન રાખતી આવી છે. આ કારણ છે કે કંપની હંમેશા સસ્તા પ્લાન લોન્ચ કરતી રહે છે. પોતાના કરોડો યૂઝર્સ માટે કંપનીએ પોતાના પ્લાન્સને ઘણી કેટેડરીમાં ડિવાઇડ કરી રહ્યાં છે. આજે અમે તમને જિયોના એક સુપરહિટ પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ વેલિડિટી બંને પ્રકારના પ્લાન્સ હાજર છે. જો તમે એક લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો તો અમે આજે જિયોની લિસ્ટનો એક શાનદાર પ્લાન તમારા માટે લઈને આવ્યા છીએ. જિયોના આ પ્લાનમાં માત્ર લાંબી વેલિડિટી જ નથી મળતી પરંતુ ગ્રાહકોને ઓટીટી એપ્સનો પણ ફાયદો મળે છે.


જિયોની લિસ્ટનો સૌથી સસ્તો પ્લાન
રિલાયન્સ જિયોના જે સુપરહિટ પ્લાનની વાત અમે કરી રહ્યાં છીએ તે 3227 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં મળનાર ઓફર્સ તેને લિસ્ટનો સૌથી સસ્તો પ્લાન બનાવે છે. જો તમે પણ આ પ્લાન લો તો તમારે 365 દિવસ સુધી રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. તમે 365 દિવસ સુધી ગમે તે નેટવર્કમાં અનલિમિટેડ કોલ કરી શકો છો. 


આ પણ વાંચોઃ આતૂરતાનો અંત, આવી રહી છે દેશની પ્રથમ CNG બાઇક, પેટ્રોલથી અડઘા ખર્ચમાં દોડશે!


ગ્રાહકોને મળશે 730GB ડેટા
આ પ્લાનમાં કંપની યૂઝર્સને ઘણા ફાયદા આપે છે. કંપની 365 દિવસ માટે ગ્રાહકોને 730 જીબી ડેટા આપી રહી છે. એટલે કે યૂઝર્સ દરરોજ 2જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ સાથે પ્લાનમાં કંપની દરરોજ 100 SMS પણ આપી રહી છે. 


એક વર્ષ માટે પ્રાઇમ વીડિયોનું સબ્સક્રિપ્શન
જો તમે એમેઝોન પ્રાઇમ વીડિયો માટે અત્યાર સુધી પૈસા ખર્ચ કરી સબ્સક્રિપ્શન લો છો તો તમારો આ ખર્ચ બચવાનો છે. જિયો પોતાના આ પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષ માટે પ્રાઇમ વીડિયોનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. આ સાથે પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ મળશે.