Reliance AGM 2024: મુકેશ અંબાણીની જિયો યૂઝર્સને મોટી ભેટ, મળશે 100GB સ્ટોરેજ, ઓફર વિશે જાણો
રિલાયન્સ એજીએમ 2024માં મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો યૂઝર્સને 100 જીબી સુધીનો ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. જેથી કરીને તેઓ પોતાના તમામ ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને બાકી તમામ ડિજિટલ કન્ટેન્ટ સુરક્ષિત રીતે સ્ટોર અને એક્સેસ કરી શકે.
આજે રિલાયન્સ એજીએમ 2024માં મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો યૂઝર્સને 100 જીબી સુધીનો ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. જેથી કરીને તેઓ પોતાના તમામ ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને બાકી તમામ ડિજિટલ કન્ટેન્ટ સુરક્ષિત રીતે સ્ટોર અને એક્સેસ કરી શકે અને જેમને વધુ સ્ટોરેજ જોઈએ તેમના માટે માર્કેટમાં સૌથી અફોર્ડેબલ પ્રાઈસીસ પણ રાખીશું. અમે આ વર્ષે દીવાળીથી Jio AI-Cloud વેલકમ ઓફર લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જે એક પાવરફૂલ અને અફોર્ડેબલ સોલ્યુશન લઈને આવશે, જ્યાં ક્લાઉડ ડેટા સ્ટોરેજ અને ડેટા પાવર્ડ એઆઈ સર્વિસિઝ દરેક જગ્યાએ બધા માટે ઉપલબ્ધ રહેશે.
Jio Home પર મળ્યા અનેક નવા ફીચર્સ
આકાશ અંબાણીએ કહ્યું કે આજે અમે જિયો હોમમાં અનેક નવા ફીચર્સ શેર કરવા માટે ખુબ ઉત્સાહિત છીએ. જે તમારા ઘરને પહેલા કરતા વધુ કનેક્ટેડ, કન્વીનિયન્ટ અને સ્માર્ટ બનાવશે. જિયોએ ગત કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ હોમ સર્વિસીઝને ટ્રાન્સફોર્મ કરી દીધુ છે. હવે લાખો લોકો અલ્ટ્રા ફાસ્ટ ઈન્ટરનેટ, સીમલેસ વીડિયો સ્ટ્રીમિંગ અને ટોપ ઓટીટી એપ્લિકેશન્સ એન્જોય કરી રહ્યા છે જે અમારા જિયો હોમ બ્રોડબેન્ડ અને જિયો સેટ ટોપ બોક્સથી પાવર્ડ છે. પરંતુ જિયોમાં અમે હંમેશા એ માનીએ છીએ કે જે શક્ય છે તેની સીમાઓને આગળ વધારવી જોઈએ.
રજુ થયું Jio TvOS
Jio TvOS તમારા મોટા ટીવી સ્ક્રીન માટે બનાવવામાં આવ્યું છે, જે તમને એક ફાસ્ટર, સ્મૂધર અને વધુ પર્સનલાઈઝ્ડ એક્સપીરિયન્સ આપે છે. તે ઘર પર એક કસ્ટમ મેઈડ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ રાખવા જેવું છે. Jio TvOS અલ્ટ્રા એચડી 4K વીડિયો, ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસ જેવા કટિંગ એજ હોમ એન્ટરટેઈન્મેન્ટ ફીચર્સ સપોર્ટ કરે છે. તેનો અર્થ છે કે તમને બેસ્ટ પિક્ચર અને સાઉન્ડ ક્વોલિટી મળે છે. જેમ કે તમે એક મૂવી થિયેટરમાં છો પરંતુ લિવિંગ રૂમના કમ્ફર્ટમાં અને આ તે ફક્ત એક યૂઝર ઈન્ટરફેસથી વધુ છે. આ એક સમગ્ર ઈકોસિસ્ટમ છે જે તમારા તમામ ફેવરિટ એપ્સ, લાઈવ ટીવી અને શોને એક સિમ્પલ, સરળતાથી ઉપયોગ થનારી સિસ્ટમમાં એક સાથે લાવે છે.