નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે અલગ-અલગ કિંમતના ઘણા રિચાર્જ પ્લાન હાજર છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર આ પ્લાન્સને ઘણી કેટેગરીમાં વિભાજીત કર્યા છે. છતાં પણ ગ્રાહકોને પસંદગી કરવામાં મુશ્કેલી આવે છે. આજે અમે તમને જીયોના એક સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને મહિના માટે દરરોજ 2જીબી ડેટા મળે છે. પ્લાનની કિંમત 152 રૂપિયા છે અને તે એક મહિનો ચાલે છે. આવો આ પ્લાન વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો 152 રૂપિયાનો પ્લાન
હકીકતમાં આ રિલાયન્સ જીયોના JioPhone Data Add On પ્લાન છે. એટલે કે આ પ્લાનનો ઉપયોગ જીયોફોન ગ્રાહક વધારાના ડેટા માટે કરી શકે છે. 152 રૂપિયાવાળા આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. તેમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. આ રીતે પ્લાનમાં કુલ 56 જીબી ડેટા મળે છે. પ્લાનમાં કોલિંગ કે એસએમએસની સુવિધા આપવામાં આવતી નથી. આ પ્લાન એવી સ્થિતિમાં સારો રહે છે, જ્યારે તમારા જીયોફોનમાં ડેટા પૂરતો ન હોય. ત્યારે તમે મહિનામાટે ડેટા માટે આ પ્રકારનું રિચાર્જ કરાવી શકો છો.


આ પણ વાંચોઃ આવી રહ્યો છે મિનિટોમાં ફૂલ ચાર્જ થનાર ફોન, ક્યારેય નહી થાય હેંગ, જાણો ફીચર્સ


JioPhone ના અન્ય ડેટા પ્લાન
152 રૂપિયાની જેમ કંપની અન્ય પણ જીયોફોન ડેટા પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની કિંમત 22 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય 52 રૂપિયા, 72 રૂપિયા અને 102 રૂપિયાના JioPhone Data Add On પ્લાન મળે છે. આ બધા પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. 


22 રૂપિયાના ડેટા એડ-ઓન પ્લાનમાં કુલ 2જીબી ડેટા અને 52 રૂપિયાના ડેટા એડ-ઓન પ્લાનમાં કુલ 6જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે તેમાં કુલ 14જીબી ડેટા મળે છે. આ રીતે 102 રૂપિયાના જીયોફોન ડેટા પ્લાનમાં દરરોજ 1જીબી સાથે આવે છે. એટલે કે તેમાં 28 જીબી ડેટા મળે છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube