નવી દિલ્હીઃ Jio Prepaid Recharge Plan: દેશની જાણીતી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સના ફાયદા માટે પ્લાન્સમાં સતત ફેરફાર કરતી રહે છે. જેથી ગ્રાહક પણ ખુશ રહે અને જિયો સાથે જોડાયેલા રહે. જો તમે પણ જિયો યૂઝર્સ છો તો તમારા માટે ખુશખબરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે જિયો કંપનીએ પોતાના કેટલાક પ્રીપેડ પ્લાન્સ પર એક્સ્ટ્રા ડેટા આપવાની જાણકારી આપી છે. આ નવા પ્લાન કંપનીની ઓફિશિયલ સાઇટ પર ઉરલબ્ધ છે. જાણકારી પ્રમાણે 399 રૂપિયા અને 119 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં આ લાભ મળી રહ્યો છે. અમે તમને આ પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.


આ રિચાર્જ પ્લાનની વાત કરવામાં આવે તો કંપની યૂઝર્સને 6 જીબી એક્સ્ટ્રા ડેટાનો લાભ આપી રહી છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલે કે યૂઝર્સને કુલ 90 જીબી ડેટાનો લાભ મળશે. 


આ સિવાય અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા સાથે દરરોજ 100 એસએમએસ પણ મળે છે. જો યૂઝર્સ 61 રૂપિયા ખર્ચ કરે છો તો તેને 6 જીબી ડેટાનો લાભ મળશે અને આ પ્લાન વેલિડિટી સુધી એક્ટિવ રહેશે. તો અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ હવે માણસના મૂત્રમાંથી બનશે વિજળી! પેશાબમાંથી વિજળી ઉત્પન્ન કરવાનો વૈજ્ઞાનિકોનો દાવો


300 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા આ પ્લાનની વેલિડિટી 14 દિવસ છે. તેમાં દરરોજ 3 જીબી ડેટા રોલઆઉટ કરવામાં આવે છે. આ સાથે તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા અને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. તો જે લોકો માટે 5જી સિમ છે તે અનલિમિટેડ ડેટાનો લાભ ઉઠાવી શકે છે.


જો તમે પણ જિયો યૂઝર્સ છો અને 2 જીબી ડેટા અલગથી લેવા ઈચ્છો છો તો તે માટે 25 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન મળી જાય છે. 


તો તમે આ બંને પ્લાનમાંથી કોઈ એકનો ફાયદો ઉઠાવી શકો છો. જેમાં તમારે વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે નહીં.