જિયો સેવિંગ પ્લાન! એક વર્ષ માટે દરરોજ 1.5 જીબી ડેટા અને કોલિંગ, 683 રૂપિયાની થશે બચત
જો તમે 1.5 જીબી ડેલી ડેટા અને અનલિમિટેડ કોલિંગવાળો વાર્ષિક પ્લાન પસંદ કરો છો તો તમે મંથલી પ્લાનની તુલનામાં 683 રૂપિયાની બચત કરી શકશો.
નવી દિલ્હીઃ જિયો તરફથી ઘણા પ્રકારના પ્લાન રજૂ કરવામાં આવે છે. આ પ્લાનમાં ડેલી ફ્રી ડેટા અને કોલિંગની સુવિધા આપવામાં આવી છે. સાથે મંથલી પ્લાન કરતા શાનદાર છે. જો તમે મંથલી રિચાર્જ કરાવો છો તો ડેલી 1.5 જીબી ડેટા અને કોલિંગના પ્લાન માટે એક વર્ષમાં 683 રૂપિયા વધારે આપવા પડશે. તેવામાં તમારા માટે જિયોનો 2545 રૂપિયાવાળો વાર્ષિક પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે. આવો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ.
જિયોનો 2545 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે. સાથે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. ડેલી ડેટા લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ 5G કોલિંગની સુવિધા મળે છે. આ હિસાબે કુલ 504 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ 5.55 લાખ કિંમત અને માઇલેજ 34KM પાર, મારુતિની આ કારના વેચાણે સૌને ચોંકાવ્યા
683 રૂપિયાની બચત
રિલાયન્સ જિયો તરફથી ડેલી 1.5 જીબી ડેટા અને કોલિંગવાળો મંથલી પ્લાન 269 રૂપિયાનો આવે છે. આ પ્લાનમાં કુલ 42 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં જિયો સાવનનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. બાકી તમામ બેનિફિટ્સ 2545 રૂપિયાવાળા પ્લાન જેવા છે. તેવામાં જો તમે મંથલી 269 રૂપિયાવાળા પ્લાનનું રિચાર્જ કરાવો છો તો 12 રિચાર્જ માટે 683 રૂપિયા વધુ થશે. તો 2545 રૂપિયાના વાર્ષિક પ્લાનનું રિચાર્જ કરાવો તો તમારે રૂપિયાની બચત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube