નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે પ્રીપેડ પ્લાનની એક લાંબી શ્રેણી ઉપલબ્ધ કરાવે છે. જિયોની પાસે દરરોજ 1જીબી, 1.5 જીબી, 2 જીબી, 2.5 જીબી અને 3જીબી ડેટા આપતા પ્લાન હાજર છે. જિયોની પાસે દરરોજ 2જીબી ડેટાની સાથે ઘણા શાનદાર પ્લાન ઉપલબ્ધ છે. જેમાં યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ 2જીબી ડેટા આપતો પ્લાન
ટેલિકોમ કંપની જિયોની પાસે 249 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન છે, જેમાં યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 23 દિવસની છે. તો જિયોની પાસે 299 રૂપિયાનો પ્લાન પણ હાજર છે. જેમાં યૂઝર્સને 28 દિવસ માટે દરરોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો ફાયદો મળે છે. જિયોના આ બંને પ્લાનમાં યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ OnePlus ને ટક્કર આપવા આવી રહ્યો છે Samsung Fold 5 અને Flip 5, જાણો Launch Date!


જિયોના અન્ય પ્લાનની વાત કરીએ તો તેમાં યૂઝર્સને લાંબી વેલિડિટી મળે છે. જિયોના 533 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 56 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટાની સુવિધા મળે છે. આ સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો ફાયદો મળે છે. જિયોની પાસે 719 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન હાજર છે. આ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસ સુધી ડેટા, કોલિંગ અને એસએમએસનો ફાયદો મળે છે. 


એક વર્ષની વેલિડિટી
જો કોઈ યૂઝર્સ વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે તો જિયોની પાસે 2879 રૂપિયાનો વાર્ષિક પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. યૂઝર્સને 365 દિવસ સુધી દરરોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS નો લાભ મળે છે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ, જિયો સિનેમા, જિયો ટીવી જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 


આ પણ વાંચોઃ Jio નો સૌથી બેસ્ટ પ્લાન, 2999 રૂપિયામાં 388 દિવસની વેલિડિટી, SMS, કોલ અને ડેટા ફ્રી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube