Jio નો સૌથી દમરાર વાર્ષિક પ્લાન, 388 દિવસની વેલિડિટી, SMS, કોલ અને ડેટા ફ્રી
Reliance Jio Annual Plan: રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત અનુસાર પ્લાન રજૂ કરે છે. જિયોની પાસે દરેક કેટેગરીમાં અનેક પ્લાન ઉપલબ્ધ છે. પરંતુ જિયોની પાસે એક વર્ષની વેલિડિટી આપતો શાનદાર પ્લાન છે. જાણો તેના વિશે.
નવી દિલ્હીઃ Reliance Jio Annual Plan: જિયોના એવા યૂઝર્સ પણ છે જે પોતા માટે વાર્ષિક પ્લાન શોધતા હોય છે. જેથી તે દર મહિને રિચાર્જ કરાવવાની મગજમારીમાંથી શાંતિ મળે. તેવામાં ગ્રાહકો એવો પ્લાન શોધે છે જેમાં રેગુલર મંથલી પ્લાનથી વધુ ફાયદો હોય અને ખર્ચ પણ ઓછો થાય. અમે તમને જિયોના આવા હિટ વાર્ષિક પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમારે ખર્ચ ઓછો કરવો પડશે પરંતુ તમને જોરદાર બેનિફિટ્સ મળશે. આ જિયોનો 2999 રૂપિયાનો વાર્ષિક પ્લાન છે અને આ પ્લાનનો મંથલી ખર્ચ 250 રૂપિયા છે. જાણો તેની ખાસિયત.
રિલાયન્સ જિયોનો 2999 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
જિયોનો 2999 રૂપિયાનો વાર્ષિક પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. જિયોના 2999 રૂપિયાના પ્લાનમાં 12 મહિનાની વેલિડિટી મળે છે. એટલે કે આ પ્લાન 365 દિવસ એક્ટિવ રહેશે. આ પ્લાનની ખાસિયત છે કે તેમાં તમને 365 દિવસની વેલિડિટી સાથે 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી મળે છે. એટલે કે તમારૂ પ્લાન 388 દિવસ સુધી વેલિડ રહેશે. એટલે કે તમે એકવાર રિચાર્જ કરાવશો તો વારંવાર રિચાર્ઝની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2.5 જીબી ડેટા મળે છે. દરરોજ મળનાર ઈન્ટરનેટ ખતમ થયા બાદ સ્પીડ ઘટી જશે. જો આ પ્લાનનો દર મહિનાનો ખર્ચ જુઓ તો માત્ર 250 રૂપિયા થાય છે.
આ પણ વાંચોઃ માત્ર 1000 રૂપિયામાં ખરીદો આ શાનદાર earbuds, બેસ્ટ ઓડિયો ક્વોલીટી અને દમદાર બેટરી
વાર્ષિક પ્લાનના અન્ય ફાયદા
તેમાં જિયો ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ મળશે. સાથે લોકલ, એસટીડી અને રોમિંગ કોલની સર્વિસ પણ ગ્રાહકોને મળશે. આ પ્લાનમાં દરરોજ ફ્રી 100 એસએમએસ પણ આપવામાં આવે છે. જો આ પ્લાનના અન્ય ફાયદાની વાત કરવામાં આવે તો પ્લાનમાં તમને જિયોટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. સાથે તમે 5જી સર્વિસની મજા પણ માણી શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube