Jio યૂઝર્સ માટે બે સસ્તા પ્લાન! મળશે લાંબી વેલિડિટીનો ફાયદો, ડેટા અને કોલિંગ ફ્રી
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને અનેક પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકે છે. આજે અમે તમને જિયોના બે લાંબી વેલિડિટીવાળા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ Jio 395 Rupee Recharge Plan: જો તમે પણ વધુ વેલિડિટી અને ડેટાવાળો કોઈ પ્લાન જોઈ રહ્યાં છો. તો આજે અમે તમને રિલાયન્સના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. જ્યાં તમે ડેટા અને વેલિડિટી બંને મેળવી શકો છો. દેશની નંબર વન ટેલીકોમ કંપની જિયો બીજી કંપનીઓ કરતા પોતાના ગ્રાહકો માટે સમય-સમય પર ઓફર લાવતી રહે છે. આવો આજે તમને જિયોના 395 રૂપિયાવાળા પ્લાનની માહિતી આપીએ.
Jio 395 રૂપિયાવાળા પ્લાનની ખાસિયત
ગ્રાહકોને આ પ્લાનમાં 84 દિવસ સુધીની વેલિડિટી મળે છે. જ્યાં તમે લોકલ અને એસટીડી કોલિંગનો ફાયદો ઉઠાવી શકો છો. આ પ્લાનમાં તમને 6જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. આ ડેટા ખતમ થયા બાદ તેની સ્પીડ ઘટીને 64 Kbps રહી જાય છે. આ પ્લાનમાં 1000 SMS આપવામાં આવી રહ્યાં છે. ડેટા ખતમ થયા બાદ તમે 181 રૂપિયાવાળું ડેટા પેક કરાવી શકો છો. તો આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ સાવ સસ્તામાં ટાટાએ લોન્ચ કરી ઓટોમેટિક ગિયરબોક્સવાળી દેશની પહેલી CNG કાર!
Jio 1559 Prepaid Plan
જિયોના આ પ્લાનમાં એક વર્ષ માટે Unlimited voice Calling ની સુવિધા મળે છે. સાથે આ પ્લાનમાં કંપની તમને 24GB ડેટા આપવામાં આવે છે. આ ડેટા એક વર્ષ માટે વેલિડ રહે છે. આ પ્લાનમાં યૂઝર્સને 3600 SMS ની સુવિધા પણ મળે છે. આ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેને કંપનીએ Annual Plan નું નામ આપ્યું છે.
જો તમે ડેટાનો ઓછો ઉપયોગ કરતા હોવ અને તમારે લાંબી વેલિડિટી જોતી હોય તો આ બંને પ્લાન તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ સિવાય પણ જિયો પાસે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લાન માટે તમારે કંપનીની વેબસાઈટની મુલાકાત લેવી પડશે.