નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો, એરટેલ અને વીઆઈએ પોતાના પ્રીપેડ પ્લાન ડિસેમ્બરથી મોંઘા કરી દીધા છે. તેવામાં ગ્રાહકોને પોતાના માટે યોગ્ય પ્લાનની પસંદગી કરવામાં મુશ્કેલી આવી રહી છે. કેટલાક યૂઝર્સને વધુ ડેટાની સાથે OTT પ્લાનની મેમ્બરશિપ પણ જોઈએ. આજે અમે તમને એક એવો પ્લાન જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 400 રૂપિયાથી ઓછી છે અને તેમાં કોલિંગ, ડેટાની સાથે Netflix, Amazon Prime અને Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન સાથે મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

jio નો 400 રૂપિયાથી સસ્તો પ્લાન
અમેં જે પ્લાનની વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 399 રૂપિયા છે. ધ્યાન આપવા જેવી વાત છે કે આ એક પોસ્ટપેડ પ્લાન છે. ઘણા યૂઝર્સ પોસ્ટપેડ પ્લાનને મોંઘો સમજે છે, પરંતુ અહીં અમે તમને જણાવીશું કે આ કઈ રીતે સસ્તો પ્લાન સાબિત થઈ શકે છે. સૌથી પહેલાં જાણીએ આ પ્લાનમાં મળતા બેનિફિટ્સ વિશે. 


આ પણ વાંચોઃ જબરદસ્ત પ્રીપેડ પ્લાન! દરરોજ 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટાર પણ ફ્રી  


આ પ્લાનમાં તમને દર મહિને 75 જીબી ડેટા મળે છે. એટલે કે તમે દરરોજ 2.5 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. 75 જીબી ડેટા પૂરો થયા બાદ 10 રૂપિયા પ્રતિ જીબી ચાર્જ લેવામાં આવશે. તેમાં 200 જીબી સુધી ડેટા રોલઓવરની સુવિધા પણ મળે છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. અન્ય સુવિધાની વાત કરીએ તો Netflix, Amazon Prime, Disney+ Hotstar, JioTV, JioSecurity, અને JioCloud ની સુવિધા પણ મળે છે. 


કઈ રીતે પ્રીપેડ પ્લાનથી સસ્તો પડશે?
તમને જણાવી દઈએ કે આ પ્લાન જીએસટી બાદ 470 રૂપિયાનો થઈ જાય છે. જો તમે જીયોનો દરરોજ 2જીબી ડેટાવાળો પ્લાન લો છો તો આ 28 દિવસના પ્લાનની કિંમત 299 રૂપિયા થશે. એટલે કે પોસ્ટપેડ પ્લાનથી 500MB ઓછો ડેટા. એટલું જ નહીં  Netflix પ્લાનની કિંમત દર મહિને 149 રૂપિયા થાય છે. આ રીતે પ્રીપેડ યૂઝર્સ માટે કુલ ખર્ચ 448 રૂપિયા થાય છે. આ રીતે એક વર્ષ માટે Disney+ Hotstar ની કિંમત 499 રૂપિયા અને Amazon Prime ની કિંમત 1499 રૂપિયા વર્ષના છે. આ રીતે એક પ્રીપેડ પ્લાન અને જિયોના પોસ્ટપેડ પ્લાનમાં વધુ ફેર પડશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube