નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો  (Reliance Jio) યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે. તો કંપનીના પોર્ટફોલિયોમાં જબરદસ્ત બેનિફિટવાળા પોસ્ટપેડ પ્લાન્સનું લાંબુ લિસ્ટ હાજર છે. આજે અમે તમને જિયોના એક દમદાર પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. જિયોનો આ પ્લાન 399 રૂપિયામાં આવે છે. તેમાં કંપની 75GB ડેટાની સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આવો જાણીએ વિગત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

399 રૂપિયાવાળા પ્લાનમાં મળતા લાભ
399 રૂપિયાના મંથલી રેન્ટલવાળા આ પ્લાનમાં કંપની ઇન્ટરનેટ યૂઝ કરવા માટે 75 જીબી ડેટા આપી રહી છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ યૂઝર્સે 1 જીબી માટે 10 રૂપિયા ખર્ચ કરવા પડશે. પ્લાન 200જીબી સુધી ડેટા રોલઓવર બેનિફિટ સાથે આવે છે. પ્લાનની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારના ફ્રી સબ્સક્રિપ્શનની સાથે જિયો એપ્સનું પણ ફ્રી એક્સેસ મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ આપતા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. 


આ પણ વાંચોઃ 50 મેગાપિક્સલ કેમેરા સાથે Realme 9i સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત


જિયોનો 599 રૂપિયાનો પ્લાન
જિયોનો આ પ્લાન પણ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારના ફ્રી સબ્સક્રિપ્શન સાથે આવે છે. આ પ્લાનમાં કંપની ટોટલ 100 જીબી ડેટા આપી રહી છે. કંપની આ પોસ્ટપેડ પ્લાનમાં 200જીબી સુધી ડેટા રોલઓવર આપી રહી છે. આ પ્લાનની સાથે યૂઝર્સને ફેમિલી મેમ્બર માટે એક એડિશનલ સિમ કાર્ડ પણ મળે છે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ મળે છે.


જિયોનો 799 રૂપિયાનો પ્લાન
799 રૂપિયાના મંથલી રેન્ટલવાળા આ પ્લાનમાં તમને 150 જીબી ડેટા મળશે. કંપનીનો આ પ્લાન પણ 200 જીબી સુધી ડેટા રોલઓવર બેનિફિટ સાથે આવે છે. આ એક ફેમિલી પ્લાન છે અને તેની સાથે કંપની બે એડિશનલ સિમકાર્ડ ઓફર કરી રહી છે. આ પ્લાનમાં પણ કંપની નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આ સિવાય પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે દેશભરમાં તમામ નેટવર્ક માટે ફ્રી કોલિંગની સુવિધા આપી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube