Reliance Jio Best Recharge Plans: મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ હાલમાં જ પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતોમાં તોતિંગ વધારા કર્યા હતા. કંપનીએ રિચાર્જ પ્લાન્સની કિંમતો રિવાઈઝ કરતા તેના રેટ વધાર્યા હતા. વધારા બાદ જિયો પોતાના યૂઝર્સને અલગ અલગ પ્રાઈસ સેગમેન્ટમાં અનેક પ્લાન્સ ઓફર કરે છે. જે ઢગલો  બેનિફિટ્સ સાથે આવે છે. કોઈ પ્લાનમાં અનિલિમિટેડ કોલિંગ મળે છે તો કોઈ પ્લાનમાં અનલિમિટેડ ડેટા. અમે આજે તમે એવા 4 પ્લાન વિશે જણાવીશું જે સૌથી વધુ સસ્તા છે. જાણો આ રિચાર્જ પ્લાન વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 199 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્રીપેઈડ પ્લાન 18 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં યુઝર્સને રોજ 1.5 જીબી ડેટા મળે છે. આ રીતે યુઝર્સને કુલ 27 GB ડેટા મળે છે. આ સાથે જ તેમાં તમને અનલિમિટેડ કોલિંગનો બેનિફિટ પણ મળે છે. રોજ 100 SMS ની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત તેમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. 


209 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્રીપેઈડ પ્લાન 22 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં યુઝર્સને રોજ 1 GB/day ડેટા પ્રમાણે કુલ 22 GB ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. રોજ 100 SMSની સુવિધા પણ મળે છે. આ સાથે જ આ રિચાર્જ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. 


299 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્રીપેઈડ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. રોજનો 1.5 GB પ્રમાણે કુલ 42 GB ડેટા મળે છે અને તેમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ મળે છે. આ સાથે જ રોજ 100 SMS પણ ફ્રી મળે છે. આ રિચાર્જ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા, અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. 


249 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આવે છે. ડેઈલી 1 GB ડેટા પ્રમાણે કુલ  28 GB ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. આ સાથે રોજ 100 SMS પણ ફ્રી મળે છે. આ રિચાર્જ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા, અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.