નવી દિલ્હીઃ ગ્રાહકોની જરૂરીયાતને સંતોષવા માટે જીયો (Reliance Jio) અનેક પ્લાન ઓફર કરી રહી છે. જીયોની પાસે અલગ-અલગ ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે વેલિડિટી અને ડેટાવાળા રિચાર્જ પ્લાન હાજર છે. આજે અમે કંપનીના એવા એક પ્લાન વિશે માહિતી આપીશું જે માત્ર 7 રૂપિયામાં દરરોજ 1.5GB ડેટા, ફ્રી કોલિંગ અને લગભગ બે મહિનાની વેલિડિટી આપે છે. અમે વાત કરી રહ્યાં છીએ જીયોના 399 રૂપિયાવાળા પ્લાનની. આ સાથે તમને જણાવી દઈએ કે જીયોની સાથે-સાથે એરટેલ અને વોડાફોન-આઈડિયા પણ 399 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. તો આવો તુલના કરી તમને જણાવીએ કે 399 રૂપિયાવાળો પ્લાન Jio, Airtel, Vi માં કોનો બેસ્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો 399 રૂપિયાવાળો પ્લાન
જીયોનો 399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 56 દિવસની વેલિડિટીની સાથે આવે છે. પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે ગ્રાહકોને કુલ 84 જીબી ડેટા મળે છે. આ સિવાય ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને જીયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ 50MP + 48MP કેમેરાની સાથે લોન્ચ થયો ફ્લેગશિપ સ્માર્ટફોન, Vivo X60t Pro+, જાણો કિંમત અને ફીચર્સ  


Airtel 399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
એરટેલનો આ પ્લાન અનલિમિટેડ કોલિંગ સુવિધા અને 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને દરરોજ 100SMS આપવામાં આવે છે. આ સાથે એરટેલના પ્લાનમાં ગ્રાહકોને એરટેલ એક્સટ્રીમ પ્રીમિય, વિંક મ્યૂઝિક, એમેઝોન પ્રાઇમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 


Vi Rs 399 પ્રીપેડ પ્લાન
એરટેલ અને જીયોની જેમ વોડાફોન આઇડિયા પણ 399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રજૂ કરે છે જે અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસની  1.5GB ડેલી ડેટાની સાથે આવે છે. આ પ્લાનમાં વીકેન્ડ રોલઓવર ડેટા બેનિફિટ્સની સાથે વીઆઈ મૂવીઝ અને ટીવીનું એક્સેસ મળે છે. 399 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને 56 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય વીકેન્ડ ડેટા રોલઓવરની સાથે એપ પર એક્સ્ટ્રા 5GB મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube