Reliance Jioનો ધમાકેદાર પ્લાનઃ 200GB ડેટા, અનલિમિટેડ કોલ અને ફ્રી ઓફર્સ
જીયોના 999 રૂપિયા અને 1499 રૂપિયાના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં 500 જીબી ડેટા રોલઓવરની સુવિધા મળે છે. આ સિવાય વોઇસ અને એસએમએસ બેનિફિટ પણ અનલિમિટેડ છે.
નવી દિલ્હીઃ Reliance Jioએ હાલમાં પોતાના પોસ્ટપેડ ગ્રાહકો માટે 5 નવા પ્લાન લોન્ચ કર્યાં છે. કંપનીએ Jio Postpaid Plus નામથી નવી સર્વિસ લોન્ચ કરતા 399, 499, 799, 999 અને 1,499 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલ અને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ તથા ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવાની જાહેરાત કરી છે. આવો તમને જણાવીએ જીયોના 999 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનમાં શું ઓફર કરવામાં આવી રહી છે.
જીયોનો 999 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લસ પ્લાન
999 રૂપિયા વાળા જીયો પોસ્ટપેડ પ્લસની વેલિડિટી એક બિલ સાઇકિલ એટલે કે 28 દિવસની છે. આ પ્લાનમાં જીયોના ગ્રાહકોને 200 જીબી હાઈ-સ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. ડેટા પૂરો થયા બાદ 10 રૂપિયા પ્રતિ જીબી હિસાબે ચાર્જ કરવામાં આવશે. આ પેકમાં કંપનીએ 500 જીબી ડેટા રોલઓવરની પણ સુવિધા આપી છે. એટલે કે કોઈ બિલ સાયકલમાં તમારો ડેટા બચી જાય તો તે આગામી મહિને જોડાઇ જશે.
30 સપ્ટેમ્બરે Google લોન્ચ કરશે પોતાનો નવો ધાંસૂ ફોન
જીયોના આ રિચાર્જ પેકમાં વોઇસ કોલિંગ અને એસએમએસ સુવિધા અનલિમિટેડ છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ કંપની ફ્રી આપી રહી છે. આ સિવાય નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપીનું પણ સબ્સક્રિપ્શન ફ્રી છે. ધ્યાન રહે કે જીયો પ્રાઇમ માટે 99 રૂપિયા ફી આપવી પડશે.
999 રૂપિયા વાળુ જીયો પ્રીપેઇડ પેક
જીયોની પાસે 999 રૂપિયાના ભાવમાં પ્રીપેઇડ રિચાર્જ પેક પણ ઉપલબ્ધ છે. આ પેકની વેલિડિટી 84 દિવસ છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3 જીબી એટલે કે કુલ 252 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. જીયો નેટવર્ક પર અનલિમિટેડ જ્યારે નોન-જીયો નેટવર્ક પર 3000 મિનિટ FUP કોલિંગ મિનિટ્સ મળે છે. ગ્રાહક દરરોજ 100 એસએમએસ ફ્રી મોકલી શકે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આ રિચાર્જ પેકની સાથે ફ્રી ઓફર કરવામાં આવે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube