નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિયાલન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા યૂઝર્સને બેસ્ટ ડેલી ડેટા બેનિફિટવાળા ઘણા પ્લાન ઓફર કરી રહી છે. આ કંપનીના પોર્ટફોલિયોમાં ઘણા એવા પ્લાન હાજર છે, જેમાં તમને ઇન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 3 જીબી ડેટા મળશે. ખાસ વાત છે કે તેમાં કેટલાક પ્લાન એવા પણ છે, જેમાં ડિઝ્ની+હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ વીડિયોનું ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ વિગત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ 3જીબી ડેટાવાળા જિયોના બેસ્ટ પ્લાન
જિયો પોતાના યૂઝર્સને ડેલી 3જીબી ડેટા ઓફર કરનાર ટોટલ ચાર પ્લાન આપે છે. આ પ્લાન 419 રૂપિયા, 601 રૂપિયા, 1199 રૂપિયા અને 4199 રૂપિયાના છે. તમામ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહી છે. વેલિડિટીની વાત કરીએ તો 419 રૂપિયા અને 601 રૂપિયાના પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવેછે. 1199 રૂપિયાવાળા પ્લાનમાં 84 ગિવસ અને 4199 રૂપિયાવાળા પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. કંપની તમામ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી એક્સેસ આપે છે. તો 601 રૂપિયાના પ્લાનમાં તમને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 


આ પણ વાંચોઃ માત્ર 200 રૂપિયામાં ઘરે લઈ જાઓ આ જબરદસ્ત 5G સ્માર્ટફોન, જો જો તક ન ગુમાવતા


એરટેલના આ પ્લાનમાં દરરોજ મળશે 3જીબી ડેટા
એરટેલના પોર્ટફોલિયોમાં દરરોજ 3જીબી ડેટા આપનાર બે પ્લાન હાજર છે. 599 રૂપિયાના પ્લાનમાં કંપની દરરોજ 3જીબી ડેટાની સાથે દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ આપી રહી છે. 28 દિવસની વેલિડિટી સાથે આવનાર પ્લાનમાં તમને ડિઝ્ની+હોટસ્ટાર અને 30 દિવસ માટે એમેઝોન પ્રાઇમ વીડિયોનું ફ્રી એક્સેસ મળશે. 699 રૂપિયાવાળો પ્લાન પણ દરરોજ 3 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસ છે અને તેમાં કંપની એમેઝોન પ્રાઇમ વીડિયોનું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરી રહી છે. 


વોડાફોન-આઈડિયાના આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા
વોડાફોન-આઈડિયા પોતાના યૂઝર્સને દરરોજ 3જીબી ડેટાવાળા ઘણા શાનદાર પ્લાન ઓફર કરે છે. કંપનીના 475 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. 601 રૂપિયાવાળા પ્લાનમાં કંપની દરરોજ 3જીબી ડેટાની સાથે 16જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 


આ પણ વાંચોઃ માર્કેટમાં ધમાકો: Garmin ની સ્પેશિયલ સ્માર્ટવોચ લોન્ચ, ચાર્જિંગ કરવાની મગજમારી રહેશે જ નહીં


699 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં તમને 56 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3જીબી ડેટા અને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. આ રીતે કંપનીના 901 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે 70 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. વોડાના આ તમામ પ્લાનમાં બિંઝ ઓલ નાઇટ અને વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટ પણ આપવામાં આવે છે. ખાસ વાત છે કે કંપની 901 અને 601 રૂપિયાવાળા પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube