39 રૂપિયાથી 98 રૂપિયા સુધીના Jio રિચાર્જ પ્લાન, દરરોજ 1.5GB સુધી ડેટા
રિલાયન્સ જીયો પોતાના યૂઝર્સને અનેક સસ્તા પ્લાન ઓફર કરે છે. જીયોની પાસે 100 રૂપિયાથી ઓછી કિંમતવાળા ચાર પ્લાન છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે અનલિમિટેડ કોલિંગના ફાયદો આપનાર 100 રૂપિયાથી ઓછાના 4 રિચાર્જ પ્લાન છે. આ ચાર પ્લાનમાંથી 3 રિચાર્જ પ્લાન જીયો ફોનના છે. તો એક રિચાર્જ તેમાં અલગ છે. આ 98 રૂપિયાવાળો પ્લાન છે. જીયોના આ સસ્તા રિચાર્જ પ્લાનની શરૂઆત 39 રૂપિયાથી થાય છે અને તે 98 રૂપિયા સુધી છે. તો આવો જાણીએ જીયોના આ 100 રૂપિયાથી ઓછી કિંમતના રિચાર્જ પ્લાનમાં ગ્રાહકને શું ફાયદા મળે છે.
39 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન, 14 દિવસની વેલિડિટી
આ જીયો ફોનનો શરૂઆતી અને સૌથી સસ્તો પ્લાન છે. 39 રૂપિયાવાળા આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. જીયોના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં 1400MB ડેટા આપવામાં આવે છે. સાથે પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ સેમસંગનો સસ્તો ફોન ભારતીય માર્કેટમાં લોન્ચ, 4 કેમેરા અને 5000 mAh ની બેટરી સાથે મળશે શાનદાર ફીચર્સ
69 રૂપિયા અને 75 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન
જીયો ફોનના 69 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. પ્લાનમાં દરરોજ 0.5GB ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં કુલ 7 જીબી ડેટા આપવામાં આવે છે. તો 75 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં કુલ 3 જીબી ડેટા આપવામાં આવે છે. સાથે બંને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
98 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન, દરરોજ 1.5GB ડેટા
રિલાયન્સ જીયોના 98 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 14 દિવસ છે. જીયોના આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. એટલે કે યૂઝર્સને કુલ 21 જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. પરંતુ આ પ્લાનમાં એસએમએસ મોકલવાની સુવિધા મળતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube