નવી દિલ્હીઃ જો તમે સ્પેશિયલ શો અને સિરીઝ જોવાના શોખીન છો તો રિલાયન્સ જિયોનો આ પ્લાન તમારા કામનો છે. જિયોની પાસે 150 રૂપિયાથી ઓછામાં એક ખાસ પ્લાન છે, જે 12 ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન સાથે આવે છે. જો તમે એક સસ્તો ઓટીટી બંડલ પ્રીપેડ પ્લાન શોધી રહ્યાં છો તો જિયોનો 148 રૂપિયાનો પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે. આવો તમને આ પ્લાન વિશે જણાવીએ......


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોના 148 રૂપિયાવાળા પ્લાનના ફાયદા
જિયોનો 148 રૂપિયાનો પ્લાન એક નવો પ્લાન છે, જે જિયોટીવી પ્રીમિયમની સાથે આવે છે. 148 રૂપિયાનો પ્લાન 10જીબી ડેટા સાથે આવે છે. આ એક ડેટા વાઉચર છે અને તે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેને ખરીદતા પહેલા તમારી પાસે કંપનીનો એક એક્ટિવ પ્રીપેડ પ્લાન હોવો જોઈએ. 


આ પણ વાંચોઃ Jio એ ફરી શરૂ કર્યો Free Internet, Call નો ઓપ્શન, એક નંબર સાથે મળશે 3 નંબર ફ્રી


જિયોના પ્લાનમાં મળશે 12 ઓટીટી પ્લેટફોર્મ
આ પ્લાનમાં Sony LIV, ZEE5, JioCinema Premium, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON અને  Hoichoi નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે, જેને તમે JioTV App દ્વારા જોઈ શકો છો. કંપનીએ જણાવ્યું કે પ્લાનમાં 28 દિવસ માટે જિયોસિનેમા પ્રીમિયમનું સબ્સક્રિપ્શન મળે છે. જેનું કૂપન માયજિયો એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે. 


એરટેલના 148 રૂપિયાવાળા પ્લાનના ફાયદા
નોંધનીય છે કે એરટેલ પણ 148 રૂપિયાનો એક પ્લાન ઓફર કરે છે. તેમાં કુલ 15 ઓટીટી પ્લેયફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. એરટેલના આ પ્લાનમાં તમને 15 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ સાથે કંપની એક્સસ્ટ્રીમ પ્લેનું ફ્રી સબ્સક્રિપ્શન પણ પ્રોવાઇડ કરાવે છે. તેમાં SonyLIV , Lionsgate Play, ManoramaMax, Hoichoi, Eros Now, Ultra, ShemarooMe, Namma Flix Epic On, Divo, ShortsTV, KLIKK, Dollywood Play, Docubay અને Hungama Play નું સબ્સક્રિપ્શન મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube