Jio Recharge Plans 2024 : મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)ના પોર્ટફોલિયોમાં ઘણા સસ્તા રિચાર્જ પ્લાન (Affordable Recharge Plans)છે. આજે અમે તમને જિયોના એક સ્પેશિયલ પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં અનલિમિટેડ ડેટા, કોલિંગ અને એસએમએસ સિવાય અન્ય બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો વાર્ષિક પ્લાન
રિલાયન્સ જિયોના આ રિચાર્જ પ્લાન વાર્ષિક પ્લાન  (Reliance Jio Annual Plan)છે, એટલે કે એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનને સબ્સક્રાઇબ કરવા માટે 2999 રૂપિયા આપવા પડે છે, પરંતુ ફાયદા પ્રમાણે જુઓ તો તેનો ખર્ચ ઓછો છે. જિયોના આ રિચાર્જમાં અનલિમિટેડ ડેટા, કોલિંગ સહિત અન્ય સુવિધા આપવામાં આવે છે.


Jio 2999 Plan Benefits
રિલાયન્સ જિયોના 2999 રૂપિયાવાળા વાર્ષિક રિચાર્જ પ્લાન વિશે અમે તમને માહિતી આપી રહ્યાં છીએ., આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ વેલિડિટી દરમિયાન તમને કુલ 912.5GB ડેટા મળે છે. 


8 રૂપિયામાં 2.5 જીબી ડેલી ડેટા
365 દિવસની વેલિડિટીવાળા જિયોના આ રિચાર્જ પ્લાનમાં દરરોજનો ખર્ચ 8 રૂપિયાથી પણ ઓછો આવે છે. આ પેકમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા મળે છે. આ સિવાય પેક પર જિયો અનલિમિટેડ 5જી ડેટા ફ્રીમાં ઓફર કરી રહ્યું છે. એટલે કે ડેલી ડેટા લિમિટ ખતમ થયા બાદ તમે અનલિમિટેડ 5જી ડેટાનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમારા ફોનમાં 5જી નેટવર્ક હોવું જોઈએ. 


Jio 2999 Plan other Benefits
જિયોના 2999 રૂપિયાવાળા પ્લાનના અન્ય ફાયદાની વાત કરીએ તો તેમાં દરરોજ 100 એસએમએસ અને ડેટા બેનિફિટ્સ પણ મળે છે. આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવે છે.