Jio: એક વર્ષ સુધી રિચાર્જની ચિંતા નહીં, અનલિમિટેડ કોલિંગ, 730GB ડેટા અને Amazon Prime ફ્રી
reliance jio: રિલાયન્સ જિયો 44 કરોડથી વધુ યૂઝર્સ સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયો પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારના પ્લાન્સ ઓફર કરે છે. કંપનીની પાસે એક એવો પ્લાન છે, જેમાં યૂઝર્સને 365 દિવસ સુધી એમેઝોન લાઇવ વીડિયોનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
નવી દિલ્હીઃ Reliance Jio Cheapest Plan: રિલાયન્સ જિયોએ જ્યારથી ટેલીકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે ત્યારથી કંપની યૂઝર્સને સસ્તા રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહી છે. સસ્તા પ્લાન્સની વાત આવે તો જિયોનું નામ સૌથી પહેલા આવે છે. જિયોએ લોકોને ઘણી એવી સુવિધા આપી જેનાથી તે દેશની નંબર વન ટેલીકોમ કંપની બની ગઈ છે. જિયોની પાસે 44 કરોડથી વધુ યૂઝર્સ છે.
કંપની પાસે પોતાના ગ્રાહકો માટે ઘણા પ્રકારના પ્લાન્સ છે. જિયોએ પોતાના લિસ્ટમાં ઘણા નવા પ્લાન સામેલ કર્યાં છે, જેમાં ઓટીટીનો ફાયદો મળે છે. જો તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર ઓટીટી સ્ટ્રીમિંગ કરો છો તો તમારા માટે આ સમાચાર કામના છે. હકીકતમાં અમે જિયોના એક એવા પ્લાનની જાણકારી આપવા જઈ રહ્યાં છીએ જેમાં તમને ફ્રીમાં Amazon Prime Video નું સબ્સક્રિપ્શન મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે....
રિલાયન્સ જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 3227 રૂપિયાનો આવે છે. તેમાં યૂઝર્સને ઘણા શાનદાર બેનિફિટ્સ મળે છે. જો તમે તમારા જિયો નંબર પર 3227 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 365 દિવસ સુધી તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ સાથે તમને વારેવારે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે.
આ પણ વાંચોઃ બેંક એકાઉન્ટને ખાલી કરતી 5 એપના નામ આવ્યા સામે, તમારા ફોનમાંથી કરો ડિલીટ
આ પ્લાનમાં યૂઝર્સને ભરપૂર ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આ વાર્ષિક પ્લાનમાં કંપની યૂઝર્સને 730GB ડેટા ઉપલબ્ધ કરાવે છે એટલે કે તમે દરરોજ 2જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. સાથે તમને દરરોજ 100 એસએમએસનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
કંપની આપી રહી છે એમેઝોન પ્રાઇમનું ફ્રી સબ્સક્રિપ્શન
જો તમે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમનો ઉપયોગ કરો છો તો આ પ્લાન તમારા માટે ખાસ છે. જિયોના 3227 રૂપિયાના પ્લાનમાં એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ સબ્સક્રિપ્શન મોબાઇલ માટે મળશે.
એમેઝોન પ્રાઇમ વીડિયો સિવાય તેમાં યૂઝર્સને બીજા ઘણા એડિશનલ બેનિફિટ્સ મળે છે. આ પ્લાનમાં કંપની યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપી રહી છે. એટલે કે તમે આ પ્લાનમાં ડેટા, કોલિંગ સાથે ઓટીટીનો ફાયદો ઉઠાવી શકો છો.