Jio Best Plan: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jio તેના ગ્રાહકોને ઘણા પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે, જે ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. અહીં અમે તમને Jioના આવા પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેને લીધા બાદ તમારે એક મહિના સુધી કોઈ ચિંતા રહેશે નહીં. જિયોના આ પ્લાનમાં તમને દરરોજ 2જીબી ડેટાની સાથે ફ્રીમાં 6જીબી એડિશનલ ડેટા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્લાનમાં મૂવી, વેબ સિરીઝ, ટીવી શો, સ્પોર્ટ્સના શોખીન ગ્રાહકો માટે 12 OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ મળશે. આવો તમને વિસ્તારથી જણાવીએ કે આ પ્લાનનો ફાયદો ઉઠાવવા માટે તમારે કેટલા રૂપિયા ચુકવવા પડશે અને તમને કઈ-કઈ સુવિધા મળશે.


જિયોનો 398 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન (Jio rs398 Plan)
Reliance Jioનો આ પ્રીપેડ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને દરરોજ 2GB ડેટા સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળશે. 6GB ડેટાનો અલગ ફાયદો છે. જેઓ તેમના મોબાઈલ ફોન પર ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે તેમના માટે વધારાનો ડેટા મહત્વપૂર્ણ હોઈ શકે છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 SMSની સુવિધા પણ મળશે.


આ પણ વાંચોઃ ટાટાને ટક્કર આપવા EV સેગમેન્ટમાં એન્ટ્રી કરશે મારૂતિ, લોન્ચ થશે આ 3 નવી ઈ-કાર


ફ્રીમાં મળશે 12 OTT
398 રૂપિયાવાળા જિયો પ્લાનની સૌથી ખાસ વાત છે કે તેમાં 12 પોપુલર ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન મળે છે. તેમાં Sony LIV, ZEE5, JioCinema Premium, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, DocuBay, EPIC ON, Hoichoi, JioTV અને JioCloud જેવા પ્લેટફોર્મના નામ સામેલ છે.


299 રૂપિયાવાળો Jio Plan
તમે ઈચ્છો તો જિયોનો 299 રૂપિયાવાળો પ્લાન પણ ખરીદી શકો છો. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં દરરોજ 2જીબી ડેટાનો લાભ મળે છે. પરંતુ તેમાં તમને 12 નહીં 3 OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન મળે છે. તેમાં જિયો ટીવી, જિયોસિનેમા અને જિયોક્લાઉડ જેવા પ્લેટફોર્મ સામેલ છે. 398 રૂપિયાવાળા પ્લાનની જેમ તેમાં પણ અનલિમિટેડ કોલિંગ અને એસએમએસનો લાભ મળશે. આ પ્લાન તે લોકો માટે બેસ્ટ છે જે ઓટીટી પ્લેટફોર્મનો ઓછો ઉપયોગ કરે છે.