નવી દિલ્હીઃ ભારતની પોપ્યુલર ટેલીકોમ કંપની  Jio પોતાના ગ્રાહકોને ફાયદો કરાવવા માટે એકથી એક શાનદાર પ્લાન લોન્ચ કરે છે. હાલમાં  Jio એ 5 પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે, તેમાં ડેટા વાપરવાની કોઈ ડેલી લિમિટ નથી. ડેટા માટે નો ડેલી લિમિટ સિવાય ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા પણ મળે છે. નવા પ્લાનની વેલિડિટી 15 દિવસથી લઈને એક વર્ષ સુધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio ના નો ડેલી લિમિટ ડેટાવાળા પ્લાન
Jio નો 127 રૂપિયાનો પ્લાનઃ
જીયોના આ પ્લાનમાં યૂઝર્સને કુલ 12GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 15 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. આ સિવાય દરરોજ 100 SMS મળે છે. વધારાના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં જીયો એપ્સ સહિત JioTV, JioNews, Jio Cinema, JioSecurity અને JioCloud નું ફ્રી એક્સેસ મળે છે. 


Jio નો 247 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાનઃ જીયોના આ પ્લાનમાં યૂઝર્સને કુલ 25જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. આ સિવાય દરરોજ 100 SMS મળે છે. વધારાના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં જીયો એપ્સ સહિત JioTV, JioNews, Jio Cinema, JioSecurity અને JioCloud નું ફ્રી એક્સેસ મળે છે. 


આ પણ વાંચોઃ WhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ


Jio નો 447 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાનઃ જીયોના આ પ્લાનમાં યૂઝર્સને કુલ  50GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 60 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મળે છે. વધારાના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં જીયો એપ્સ સહિત JioTV, JioNews, Jio Cinema, JioSecurity અને JioCloud નું ફ્રી એક્સેસ મળે છે. 


Jio નો 597 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાનઃ જીયોના આ પ્લાનમાં યૂઝર્સને કુલ 75GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલિંગ મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મળે છે. વધારાના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં જીયો એપ્સ સહિત JioTV, JioNews, Jio Cinema, JioSecurity અને JioCloud નું ફ્રી એક્સેસ મળે છે. 


Jio નો 2397 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાનઃ રિલાયન્સ જીયોના આ પ્લાનમાં યૂઝર્સને કુલ 365GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. વધારાના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં જીયો એપ્સ સહિત JioTV, JioNews, Jio Cinema, JioSecurity અને JioCloud નું ફ્રી એક્સેસ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube