Reliance Jio 999 Plan: જો તમારી પાસે પમ રિલાયંસ જિયોનો નંબર છે તો આ સમાચાર તમારા કામના સાબિત થઈ શકે છે. જી હા... તાજેતરમાં રિલાયંસ જિયોએ મોબાઈલ રિચાર્જની કિંમતોમાં વધારો કર્યો બાદ ચૂપચાપ પોતાનો 999 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાનને રી લોન્ચ કર્યો છે. 3 જુલાઈ 2024 એ આ પ્લાનની કિંમત 1100 રૂપિયા કરી નાંખી હતી. હવે નવા પ્લાનમાં ઘણા ફાયદા આપ્યા છે. સૌથી મોટો ફેરફાર તેની વેલિડિટીને લઈને છે. પહેલા વેલિડિટી 84 દિવસની હતી, હવે તેને વધારીને 98 દિવસ કરી દીધી છે એટલે કે તેમાં તમને 14 દિવસ વધારે વેલિડિટી મળશે. પરંતુ તમને પહેલાના મુકાબલે થોડો ડેટા ઓછો મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3GB ને બદલે 2GB ડેટા મળશે
પહેલા દરરોજ 3GB ડેટા મળતો હતો, હવે તે ઘટાડીને 2GB કરી નાંખવામાં આવ્યો છે. તમને આખા પ્લાનમાં કુલ 192GB ડેટા મળશે, જે પહેલા 252GB હતો. દૈનિક ડેટામાં ભલે ઘટાડો થયો હોવા છતાં પણ તમને રૂ. 999ના પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળે છે. જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં Jio પાસે True 5G સેવા છે અને તમારી પાસે 5G ફોન છે, તો તમે આ પ્લાન સાથે અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકો છો.


100 SMS અને અનલિમિટેડ કોલ્સ
Jio દ્વારા આ પ્લાનને 'Hero 5G' પ્લાન નામ આપવામાં આવ્યું છે. આ નામ રૂ. 349ના પ્લાન સાથે પણ શેર કરવામાં આવ્યું છે, જે સૌથી ઓછી કિંમતનો અમર્યાદિત 5G પ્લાન છે. રિલાયન્સ જિયોના આ પ્લાનમાં પહેલાની જેમ દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે તમે ઈચ્છો તેટલી વાત કરી શકો છો અને દરરોજ 100 SMS મોકલી શકો છો. આ બાબતમાં એરટેલનો 979 રૂપિયાનો પ્લાન પણ Jioથી પાછળ નથી, તેમાં પણ યુઝરને સમાન સુવિધાઓ મળે છે. એરટેલના પ્લાનમાં ખાસ ફાયદો એ છે કે તમને 56 દિવસની ફ્રી એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ પણ મળે છે.


Jio એ 999 રૂપિયાનો પ્લાન પાછો લાવીને સારો દાવ રમ્યો છે. આ પ્લાન એવા યુઝર્સ માટે ફાયદાકારક છે જેઓ ઓછા ડેટા અને અનલિમિટેડ 5G સર્વિસ સાથે લાંબો સમય ચાલતો પ્લાન ઇચ્છે છે.