નવી દિલ્હીઃ Reliance Jio: રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. મોબાઇલ પર જિયોસિનેમા એપની મજા માણવા ઈચ્છો છો તો આ પ્લાન તમારા માટે ખાસ છે. તમે આ પ્લાનમાં મન ભરીને ઈન્ટરનેટની મજા માણી શકો છો. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. રિલાયન્સ જિયોના 219 રૂપિયાના પ્લાનનું રિચાર્જ તમે માય જિયો એપ કે જિયોની વેબસાઇટ પરથી કરાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ પણ ઘણા લોકો કન્ફ્યૂઝ રહે છે કે તેણે મંથલી રિચાર્જ કરાવવું જોઈએ કે વાર્ષિક પ્લાન લેવો જોઈએ. તેવામાં અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બંને પ્લાન તમારા બજેટ પર નિર્ભર કરે છે. પરંતુ મંથલી પ્લાનના મુકાબલે લોન્ગ ટર્મ પ્લાનમાં વધુ બેનિફિટ્સ આપવામાં આવે છે. 


જિયોનો 219 રૂપિયાનો પ્લાન
જિયોનો 219 રૂપિયાનો પ્લાન તમે ખરીદી શકો છો. આ પ્લાનમાં અનેક ફાયદા મળે છે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની હોય છે અને દરરોજ 3જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે 14 દિવસ પ્રમાણે કુલ 42 જીબી ડેટા મળે છે. આ સાથે 2જીબી એક્સ્ટ્રા ડેટા કંપની તરફથી આપવામાં આવી રહ્યો છે. એટલે કે પ્લાનમાં તમને કુલ 44 જીબી ડેટા મળશે. એટલે કે જે લોકોને વધુ ડેટાની જરૂર પડે છે તેના માટે આ પ્લાન બેસ્ટ છે. 


આ પણ વાંચોઃ Jio ના 399ના રિચાર્જમાં 4 ફેમેલી મેમ્બર માટે Free કોલિંગ અને Unlimited ડેટા


અન્ય ફાયદા
આ સિવાય પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો ટીવી, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ જેવી એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 


399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને દરરોજ ત્રણ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. ખાસ ઓફર તરીકે જિયો 61 રૂપિયાનું 6જીબી ડેટા એડ-ઓન વાઉચર ફ્રી મળી રહ્યું છે. તેની વેલિડિટી 28 દિવસની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube