Jio નો સસ્તો પણ જોરદાર પ્લાન, 84 દિવસ સુધી દરરોજ 3GB ડેટા, સાથે Jio TV, Jio Cinema નું સબ્સક્રિપ્શન
જિયોના લિસ્ટમાં એક એવો પ્લાન હાજર છે જેમાં તમને લાંબી વેલિડિટીની સાથે દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જો તમારે વધારે ડેટાની જરૂર હોય તો તમે જિયોના 999 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવી શકો છો.
Cheapest Plan Of Reliance Jio: આજથી થોડા વર્ષો પહેલા સુધી ટેલીકોમ કંપનીઓ કોલિંગ પ્લાનની સાથે ડેટા ઓફર કરતી હતી પરંતુ હવે તેવું નથી. ડિયોની એન્ટ્રી બાદ આ ટ્રેન્ડ બદલાયો છે અને દરેક કંપનીઓ યૂઝર્સને ડેટા ઓફર કરવા લાગી અને સાથે ફ્રી કોલિંગની સુવિધા પણ. પરંતુ જ્યારે પણ સસ્તા રિચાર્જ પ્લાનની વાત આવે છે તો રિલાયન્સ જિયોનું નામ સૌથી પહેલા આવે છે. હવે જ્યારે લોકોની પહેલી જરૂરીયાત ઈન્ટરનેટ બની ચુક્યું છે તો જિયો પણ યૂઝર્સ માટે સસ્તા પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે, જેમાં ભરપૂર ડેટા આપવામાં આવે છે.
જિયોના લિસ્ટમાં એક એવો પ્લાન હાજર છે, જેમાં તમને લાંબી વેલિડિટી સાથે દરરોજ ડેટા આપવામાં આવી રહ્યો છે. જો તમને ડેટા અને વેલિડિટી વધુ જોઈએ તો તમે કંપનીનો 999 રૂપિયાનો રિચાર્જ પ્લાન લઈ શકો છો. જિયોના આ પ્લાનમાં તમને 84 દિવસની લાંબી વેલિડિટી મળી જશે. તમને આશરે ત્રણ મહિના સુધી રિચાર્જ પેકની જરૂર પડશે નહીં.
આ પણ વાંચોઃ Jio ની સાથે 84 દિવસ સુધી ફ્રી મળશે Netflix,સાથે ડેટા-કોલિંગ અને મેસેજનો પણ લાભ
40GB ફ્રી ડેટાની ઓફર
જો તમે રિચાર્જ પ્લાનની ઓફરની વાત કરીએ તો આ પેકમાં તમને 84 દિવસ સુધી દરરોજ 3જીબી ડેટા મળશે. આ પ્લાનની સૌથી ખાસ વાત છે કે તેમાં તમને ડેલી ડેટા પ્લાન સિવાય વેલિડિટી માટે 40 જીબી એક્સ્ટ્રા ડેટા આપવામાં આવી રહ્યો છે. એલિઝિબલ યૂઝર્સને તેમાં અનલિમિટેડ 5જી ડેટા પણ ઓફર કરવામાં આવે છે.
મળશે એક્સ્ટ્રા બેનિફિટ્સ
જિયો 999 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ પણ આવી રહ્યું છે. તમે તેમાં 84 દિવસ સુધી કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. એટલું જ નહીં કંપની તેમાં યૂઝર્સને એડિશનલ બેનિફિટ્સ આપી રહી છે. જો આ પ્લાન લો તો તેમાં તમને જિયો ટીવી, જિયો ક્લાઉડ અને જિયો સિનેમાનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube