Jio સિમ એક્ટિવ રાખવા માટે સૌથી સસ્તો પ્લાન, એક દિવસનો ખર્ચ આવશે માત્ર 4 રૂપિયા
દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે વિવિધ કેટેગરીના પ્લાન ઉપલબ્ધ કરાવે છે. જિયોની પાસે વિવિધ પ્લાન ઉપલબ્ધ છે. જો તમે માત્ર સિમ એક્ટિવ રાખવા ઈચ્છો છો તો આ સૌથી સસ્તો પ્લાન છે.
Reliance Jio: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો વચ્ચે વેલ્યૂ ફોર મની પ્લાન માટે જાણીતી છે. જિયોના ઘણા એવા સસ્તા પ્લાન છે, જેનો એક દિવસનો ખર્ચ ત્રણ રૂપિયા આવે છે. જિયોના ઘણા ગ્રાહક એવા છે, જે પોતાના ફોનને એક્ટિવ રાખવા માટે સસ્તા પ્લાન શોધતા રહે છે. તેને ફોનની જરૂરીયાત કોલ કરવાથી વધુ સાંભળવાની હોય છે. આવા ગ્રાહકોને જિયોનો 123 રૂપિયાનો પ્લાન કામ આવશે.
જિયોનો 123 રૂપિયાનો પ્લાન
જિયોના સૌથી સસ્તા પ્લાનની કિંમત 28 રૂપિયા છે. તેમાં તમને 123 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને દરરોજ 0.5 જીબી ડેટા એટલે કે કુલ 14 જીબી ડેટા મળશે. તમને આ પ્લાનમાં ગમે તે નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લામાં તમને 28 દિવસ માટે 14જીબી ડેટા, કોલિંગનો ફાયદો મળે છે.
આ પણ વાંચોઃ વેચવાનો છે જૂનો ફોન? આ 5 સાઇટ્સ પર મળશે સારી કિમત, જલ્દી મળી જશે પૈસા
એક દિવસનો ખર્ચ
જિયોનો 123 રૂપિયાના પ્લાનનો ખર્ચ લગભગ એક દિવસનો 4 રૂપિયા આસપાસ આવે છે. જે જિયોના ગ્રાહક પોતાનું સિમ એક્ટિવ રાખવા માટે પ્લાન શોધી રહ્યાં છે તેના માટે આ પ્લાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે જિયો સિમનો ઉપયોગ કરો છો અને સસ્તો પ્લાન શોધી રહ્યાં છો તો આ પ્લાન તમને કામ આવશે. જિયોના 28 દિવસની વેલિડિટીવાળો આ પ્લાન કંપનીના સૌથી સસ્તા પ્લાનમાંથી એક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube