નવી દિલ્હીઃ Reliance Jio Cheapest Plan Of Rupees: રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા પ્લાન લાવતું રહે છે. તે ગ્રાહકો માટે 1 દિવસના ડેટા પ્લાનની સાથે વાર્ષિક પ્લાન પણ ગ્રાહકોને ઓફર કરી રહ્યું છે. અહીં તમને રિલાયન્સ જિયોના સૌથી સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન જિયોના સસ્તા પ્લાનમાં આવે છે. આ તે ગ્રાહકો માટે બેસ્ટ છે જે મહિના માટે સસ્તો પ્લાન જોઈ રહ્યાં છે. જિયોનો 155 રૂપિયાનો પ્લાન ગ્રાહકો Myjio એપથી લઈ શકે છે. આવો જાણીએ આ પ્લાનની ખાસિયત....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોનો 155 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 155 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. ગ્રાહકોને 155 રૂપિયામાં 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 2જીબી ડેટા મળશે. જો તમને ડેટાની જરૂર છે તો તમે ડેટા માટે ટોપઅપ પ્લાન લઈ શકો છો. 


આ પણ વાંચોઃ Honda એ 'છાનામાના' લોન્ચ કરી દીધું આ નવું સસ્તું સ્કૂટર, ભુક્કા કાઢી નાખે એવા ફીચર્સ


આ છે પ્લાનના ફાયદા
જ્યારે આ પ્લાનમાં ડેટા ખતમ થઈ જશે તો ઈન્ટરનેટ મળશે પરંતુ તેની સ્પીડ ધીમી થઈ જશે. ડેટા ખતમ થયા બાદ તેમાં કોલિંગની સુવિધા મળતી રહેશે. આ પ્લાનમાં યૂઝર્સને 300 એસએમએસ પણ મળે છે. જિયોનો પ્લાન માય જિયો એપ પર મળી જશે. 


આ ગ્રાહકો માટે બેસ્ટ છે જિયોનો 155 રૂપિયાનો પ્લાન
આ પ્લાન હાઉસવાઇફ, સ્ટૂડેન્ટ અને સીનિયર સિટીઝન માટે બેસ્ટ છે, જે મહિના માટેનો પ્લાન શોધી રહ્યાં છે. જો તમારે વધુ ડેટા જોઈએ તો તમે ડેટા ટોપઅપ લઈ શકો છો. જિયોનો ડેટા ટોપઅપ પ્લાન 10 રૂપિયાનો આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube