નવી દિલ્હીઃ Reliance Jio ની પાસે પોતાના દરેક ગ્રાહકની જરૂરીયાત પ્રમાણે અલગ-અલગ કેટેગરીના પ્લાન હાજર છે. કંપનીની પાસે 98 રૂપિયાની શરૂઆતી કિંમતનો પ્રીપેડ પ્લાન હાજર છે. આજે અમે તમને મુકેશ અંબાણીની કંપની જીયોના સૌથી સસ્તા પ્લાનની માહિતી આપીશું, જે 150 રૂપિયાથી ઓછી કિંમતના છે. આ પ્લાનમાં ડેટા અને કોલની ઓફર કરવામાં આવે છે. જાણો જીયોના પ્રીપેડ પ્લાન વિશે તમામ માહિતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

98 રૂપિયાવાળો પ્લાન
Jio જિયોના 98 રૂપિયાના પ્લાનમાં ફક્ત 14 દિવસની વેલિડીટી જ મળશે. તો બીજી તરફ તમને જણાવી દઇએ કે 98 રૂપિયાના જિયોના પ્લાનમાં 1.5GB દરરોજ ડેટા મળશે. એવામાં 14 દિવસની વેલિડિટી દરમિયાન ગ્રાહકોને ટોટલ 21GB ડેટા ઓફર કરવામાં આવશે. જે Jio નો સૌથી સસ્તો ઓલ-ઇન-વન પ્લાન પણ હશે. આ સાથે જ  4G ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ હશે. ડેટાની ડેલી લિમિટ ખતમ થઇ ગયા બાદ પણ ગ્રાહકોને ઇન્ટરનેટનું એક્સેસ મળતું રહેશે. જોકે સ્પીડ ઘટીને 64Kbps થઇ જશે. સાથે જ ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને JioTV, JioCinema અને JioNews જેવી એપ્સનું ફ્રી એક્સસેસ પણ મળશે. જોકે કંપની આ પ્લાન સાથે એસએમએસ ઓફર કરી રહી નથી. આ પ્લાન માટે ડેલીના 7 રૂપિયા જેટલો ખર્ચ થશે.  


આ પણ વાંચોઃ Reliance Jio સૌથી સસ્તો પ્લાન, 199 રૂપિયામાં મળશે 1000GB ડેટા અને અનલિમિડેટ કોલિંગ


રિલાયન્સ જીયોનો 129 રૂપિયાવાળો પ્લાન
જીયોના 129 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લાનમાં જીયો બે જીબી ડેટા ઓફર કરે છે. જીયોના આ રિચાર્જ પ્લાનમાં મળનાર ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને  64Kbps રહી જાય છે. ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિડેટ વોઇસ કોલ સિવાય 300 એસએમએસ પણ ઓફર કરવામાં આવે છે. જીયોના આ પ્લાનમાં જીયોટીવી, જીયો સિનેમા, જીયોક્લાઉડ, જીયોસિક્યોરિટી અને જીયોન્યૂઝ જેવી એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


આ પણ વાંચોઃ Jio નો સૌથી સસ્તો 3GB ડેટાવાળો પ્લાન, 1 જીબીની કિંમત માત્ર 3.19 રૂપિયા


રિલાયન્સ જીયોનો 149 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જીયોના 149 રૂપિયાવાળા પેકમાં 24 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 1 જીબી ડેટાનો ફાયદો મળે છે. પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ  સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને 100 એસએમએસ દરરોજ મળે છે. જીયોના આ પેકમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube