Jioએ ગ્રાહકોને આપ્યો ઝટકો, બંધ કર્યા આ 4 સસ્તા રિચાર્જ પ્લાન
મુકેશ અંબાણીની કંપની જીયોએ પોતાના JioPhone પ્લાન્સને રિમૂવ કરી દીધા છે જેમાં 99 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયાનો પ્લાન સામેલ છે.
નવી દિલ્હીઃ Reliance Jio એ JioPhoneના ચાર પ્લાન્સને રિમૂવ કરી દીધા છે. આ પ્લાન્સ નોન-જીયો વોયસ કોલિંગ પ્લાન્સ હતા. આ ચાર પ્લાન્સ છે 99 રૂપિયા, 153 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયાનો. કંપનીના 99 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયાના પ્લાન્સમાં JioPhone ઓલ-ઇન-વન પ્લાન્સનીજેમ નોન-જીયો મિનિટ્સ આપવામાં આવતી નથી. તેવામાં કંપનીએ આ પ્લાન્સને રિમૂવ કરવા પડ્યા છે. તો 153 રૂપિયાનો પ્લાન પણ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કંપનીના પોર્ટફોલિયોમાં JioPhoneના ચાર પ્લાન 75 રૂપિયા, 125 રૂપિયા, 155 રૂપિયા અને 185 રૂપિયાના ઉપલબ્ધ છે. તો આવો જાણીએ અને શું ફેરફાર થયો છે. યૂઝર્સ માટે જે પ્લાન્સ ઉપલબ્ધ છે તેમાં શું બેનિફિટ આપવામાં આવી રહ્યો છે.
JioPhone ટેરિફ પ્લાનઃ મુકેશ અંબાણીની કંપની જીયોએ પોતાના JioPhone પ્લાન્સને રિમૂવ કરી દીધા છે જેમાં 99 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયાનો પ્લાન સામેલ છે. 99 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયાના પ્લાન્સમાં યૂઝર્સને 0.5 જીબી ડેટા આપવામાં આવતો હતો. તેની વેલિડિટી ક્રમશઃ 28 દિવસ, 84 દિવસ અને 168 દિવસ છે. તો ત્રણેય પ્લાન્સમાં અનલિમિટેડ જીયો-ટુ-જીયો વોઇસ કોલિંગ અને નોન-જીયો કોલિંગ મિનિટ્સની સાથે આવે છે.
આ પણ વાંચોઃ Signal અને WhatsApp બનાવવા પાછળ છે આ વ્યક્તિનું મગજ, જાણો કોણ છે Brian Acton
તેવામાં જે યૂઝર્સ આ પ્લાન્સને રિચાર્જ કરાવતા હતા તેણે 10 રૂપિયાની શરૂઆતી કિંમત વાળા FUP પ્લાન્સનું પણ રિચાર્જ કરાવવું પડતું હતું. આ ત્રણેય પ્લાન કંપનીની વેબસાઇટમાં Others સેક્શનમાં લિસ્ટેડ હતા. 153 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો તેમાં યૂઝર્સને 1.5 જીબી ડેટા દરરોજ મળતો હતો. સાથે ઇનલિમિટેડ કોલ અને 100 એસએમએસ મળતા હતા. તેની વેલિડિટી 28 દિવસની હતી.
હવે કંપનીની વેબસાઇટ અને એપ પર JioPhone માટે ચાર પ્લાન્સ લિસ્ટેડ છે જેની કિંમત 75 રૂપિયા, 125 રૂપિયા, 155 રૂપિયા અને 185 રૂપિયા છે. 75 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો તેમાં 0.1 જીબી ડેટા દરરોજ આપવામાં આવે છે. તો 125 રૂપિયાના પ્લાનમાં 0.5 જીબી ડેટા દરરોજ મળે છે. 155 રૂપિયા વાળા પ્લાનમાં 1 જીબી ડેટા અને 185 વાળા પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ ચારેય પ્લાન્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધાની સાથે આવે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
આ પણ વાંચોઃ Signal ને મનમૂકીને કરવામાં આવી રહ્યું છે Download, WhatsApp Group આ રીતે કરો Transfer
JioPhone જે 155 રૂપિયા વાળો પ્લાન છે તે દરરોજ 1 જીબી ડેટા ઉપલબ્ધ કરાવે છે. તો કંપની દ્વારા બંધ કરવામાં આવેલા 153 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળતો હતો. જ્યારે 155 રૂપિયા વાળા પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોયસ કોલિંગ સુવિધા આપવામાં આવી રહી છે. તેવામાં આ પ્લાનને રદ્દ કરવાનો નિર્ણય કંપનીનો યોગ્ય હતો કારણ કે બે પ્લાન એકબીજાને ઓવરલેપ કરી રહ્યાં હતા. હવે જીયોફોનનો બેસ પ્લાન 75 રૂપિયા પ્રતિ મહિના છે. આ પહેલા તે 49 રૂપિયા પ્રતિ મહિનો હતો જે ડિસેમ્બર 2019માં તેને 75 રૂપિયાનો કરી દેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube