Reliance Jio Entertainment Plan: ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના દેશભરમાં કરોડો યુઝર્સ છે. યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપની અલગ-અલગ પ્રાઈસ રેન્જમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ રિચાર્જ પ્લાનમાં કેટલાક એવા પ્લાન છે જે યુઝર્સને ડેટા, કોલિંગ અને SMSની સાથે-સાથે OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. આજે અમે તમને Jioના આવા જ એક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં યુઝર્સને Disney + Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આવો તમને જણાવીએ આ પ્લાનના ફાયદા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jioનો પૈસા વસાલ પ્લાન
Jioના પોર્ટફોલિયોમાં અલગ-અલગ પ્રાઈસ રેન્જમાં ઘણા રિચાર્જ પ્લાન છે. પરંતુ જો તમે Jioના પોર્ટફોલિયોને ધ્યાનથી જોશો, તો તમને એક એવો પ્લાન મળશે જેની કિંમત 949 રૂપિયા છે. તમને આ પ્લાન Jioની વેબસાઈટ પર એન્ટરટેઈનમેન્ટ પ્લાનના સેક્શનમાં મળશે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે અને સમગ્ર વેલિડિટી દરમિયાન યુઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ સુવિધા મળે છે.


બ્રેકઅપ થતા આ શખ્સે 8400 કરોડમાં વેચી દીધી કંપની, હવે લોકોને પુછે છે ક્યા કરુ ખર્ચ?


પ્લાનના ફાયદા
આ પ્લાનમાં Jio યુઝર્સને દરરોજ 100 ટેક્સ્ટ મેસેજની સુવિધા પણ મળે છે. આ પ્લાન યુઝર્સને કુલ 168 GB ડેટા ઓફર કરે છે. આ રીતે યુઝર્સને દરરોજ 2 GB ડેટા મળે છે. આ ઉપરાંત જો તમે 5G ફોનનો ઉપયોગ કરો છો અને તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે, તો તમે 5G ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકો છો.


પ્લાનની ખાસિયત
આ પ્લાનની સૌથી મોટી ખાસ વાત એ છે કે આમાં યુઝર્સને 3 મહિના એટલે કે 90 દિવસ માટે Disney + Hotstar મોબાઈલનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે, જેનો ઉપયોગ તમે ઓનલાઈન કન્ટેન્ટ જોવા માટે કરી શકો છો. આ ઉપરાંત આ પ્લાનમાં યુઝરને Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.


દરરોજ નીકળે છે અનેક ક્વિન્ટલ સોનું, અહીં આવેલું છે દુનિયાનું અસલી 'KGF'


આ પ્લાન તે યુઝર્સ માટે ખૂબ જ સારો સાબિત થઈ શકે છે જેઓ મૂવી, વેબ સિરીઝ વગેરે જોવાનું પસંદ કરે છે. જો તમે આ પ્લાનને રિચાર્જ કરવા માંગો છો, તો તમે Jioની ઓફિશિયલ વેબસાઇટ, My Jio એપ અને Google Pay, Phone Pay વગેરે જેવી ઑનલાઇન પેમેન્ટ એપ દ્વારા કરી શકો છો.